સુઈગામ તાલુકાના મહિલા દર્દીની કિડની બચાવવાનું કામ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે ની:શુલ્ક કરાયું
બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આવેલા મીરાબેનને બંને કિડની બગડેલી હોવા છતાં સફળતાપૂર્વક દૂરબીન વડે ઓપરેશન કરી મહિલા દર્દીનો જીવ બચાવ્યો હતો.
તાજેતરમાં બનાસ મેડિકલ કોલેજ સંચાલિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના હરસડ ગામના મીરાબેન ઠાકોર ઉમર વર્ષ ૨૦ જેઓને છેલ્લા બે વર્ષથી પેશાબનો ભરાવ રેહવો,પેશાબ અટકી અટકીને આવવો,પેસાબમાં બળતરા થવી જેવી બીમારીને લીધે છેલ્લા બે વર્ષથી અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવામાં આવી હતી. પણ દુખનું નક્કર પરિણામ ન મળતા છેલ્લા છ મહિનાથી વધારે પડતી તકલીફ પડતાં ગત 4 જુલાઇના રાત્રિના સમયે પેશાબના અટકાવ અને શ્ર્વાસની તકલીફની બીમારી સાથે ખાનગી વાહન મારફતે બનાસ જનરલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા.ફરજપરના તબીબો દ્વારા મેડિસિન વિભાગના વોર્ડ ખાતે દાખલ કરી વધુ સારવાર હાથ ધરવામાં આવી હતી. મેડિસિન વિભાગના તબીબોની તપાસ દરમિયાન સોનોગ્રાફી રિપોર્ટમાં B/L PYELONETHRITIS નામની બીમારીનું નિદાન કરવામાં આવ્યું હતું. મેડિસિન વિભાગના નિષ્ણાંત ડો. નિરાલી ચૌધરી દ્વારા દર્દીને યુરેમિક એનસેફેલોપેથી સેપ્ટિસેમિયા,ડીઆઇસી,એનીમિયા જેવી જીવલેણ બીમારીઓ થઈ હતી જેના અંતર્ગત દર્દીને તમામ પ્રકારની જરૂરી દવાઓ આપવામાં આવતા બીમારીઓ ઉપર અંકુશ લાવવામાં આવ્યો હતો.જેના લીધે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશી દ્વારા સોનોગ્રાફી, સીટીસ્કેન સહિત લોહીના રિપોર્ટ કરવામાં આવતા બન્ને કિડનીમાં સોજો તેમજ ઇન્ફેકશન હતું.જેથી કરીને બન્ને કિડની ઓછું કામ કરતી હતી.સાથે સાથે પેશાબ અટકી અટકીને આવતો હોવાથી બ્લેડર નેક ઓબ્સ્ટ્રક્શન નામની બીમારીનું નિદાન કરાયું હતું.જેના લીધે દૂરબીનની મદદથી પેશાબની નળી પોહળી કરી આપી હતી.જેથી મહિલા દર્દીને પેશાબ રોકાઈ જવા માંથી મુક્તિ મળી હતી. થોડાક દિવસબાદ રિપોર્ટ કરવામાં આવતા કિડનીના રિપોર્ટ સારા આવતા દાખલ થયા ત્યારે બન્ને કિડની કામ કરતી ન હતી.તે કામ કરવા લાગી હતી.મહિલા દર્દીનું જીવન બચી ગયું હતું આમ 18 દિવસની લાંબી સારવારના અંતે મહિલા દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે થતી તબીબી સારવાર ની શુલ્ક કરવામાં આવતા પરિવારમાં ખુશી જોવા મળી હતી.સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ઉત્તમ સારવારના લીધે મહિલા દર્દીને ડાયાલીસીસ માંથી મૂકતી અપાવી હતી.આ તબક્કે પીડામાંથી મૂકતી મળતા પરિવારે બનાસ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર સ્ટાફ સહિત નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારે બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
બનાસ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બનાસના પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલી એકમાત્ર ભારતભરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક વિભાગોમાં અધતન મોડ્યુલર ઓપરેશન થિયેટર સહિતના વિભાગોમાં બનાસડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રીમાંન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર દરમિયાન દિવસમાં એક હજારથી પણ વધારે લોકોને સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે તબીબી સારવારમાં મોખરે છે.
- Advertisement -
- Advertisement -