જૂનાગઢ : કોર્ટ મેરેજ કરેલા દંપતિ પાસે તલાટીએ માંગી લાંચ,રૂ.1,500ની લાંચ લેતા એસીબીએ તલાટીને ઝડપ્યો

જુનાગઢા ભેંસાણના પરબ વાવડીના તલાટી કમ મંત્રીએ કોર્ટ મેરેજ કરેલા દંપતિ પાસે લાંચની માંગણી કરી હતી..આર્થિક સહાય માટે દંપતીને મેમોરેન્ડમની જરૂર હતી…જો કે તેનો ફાયદો ઉઠાવીને તલાટીએ રૂપિયા 1,500ની લાંચની માંગણી કરી હતી..દંપતીને કોર્ટે મેરેજ કર્યા પછી સરકાર તરફથી મળતી આર્થિક સહાય માટે મેમોરેન્ડમની જરૂરીયાત હતી..અને આ મેમોરેન્ડમ આપવાની કામગીરી તલાટીના અધિકાર હેઠળ આવે છે.જેથી તલાટી કમ મંત્રી જયદીપ ચાવડાએ આ કામગીરી માટે રૂપિયા એક હજાર પાંચસોની લાંચની માંગણી કરી હતી.
જો કે યુગલ લાંચ આપવા માંગતું ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો..ત્યારબાદ એસીબીના છટકા દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને ગેરકાયદેસર લાંચના નાણાંનો રૂ.1500/-ડીજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ એપના સ્કેનર/ક્યુઆર કોડથી સ્વીકાર કર્યો હતો.અને ગેરકાયદેસર લાંચના નાણાં પોતાના એકાઉન્ટમાં જમા થયાની સ્વીકૃતિ આપી હતી.
ટ્રેપીંગ અધિકારી:
શ્રી આર.આર.સોલંકી,
પોલીસ ઇન્સ્પેક્ટર,
એ.સી.બી. પો.સ્ટે., રાજકોટ શહેર તથા સ્ટાફ
સુપરવિઝન અધિકારી:-
શ્રી કે.એચ.ગોહિલ,
ઈ.ચા. મદદનીશ નિયામક,
એ.સી.બી.,રાજકોટ એકમ, રાજકોટ.
- Advertisement -
- Advertisement -