26.9 C
Ahmedabad
Tuesday, March 3, 2026

બાંગ્લાદેશ: વાયુસેનાનું તાલીમ વિમાન કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું; એકનું મોત,100 ઇજાગ્રસ્ત


આજે બાંગ્લાદેશ વાયુસેનાનું એક F-7 તાલીમ વિમાન કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું. વિમાન કોલેજ બિલ્ડિંગ સાથે અથડાયું. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું.. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા..અકસ્માત સમયે માઇલસ્ટોન કોલેજમાં બાળકો હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ શાળા-કોલેજમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.. ફાયર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું હતુ..

પ્રાથમિક સારવાર બાદ લગભગ 60 ઘાયલોને બર્ન ઇન્સ્ટિટ્યૂટમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે 25 લોકોને નાની ઇજાઓ થઈ હતી.. જેમની સારવાર કરવામાં આવી રહી છે. હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ પણ ઘટનાની પુષ્ટિ કરી છે. માહિતી મળતાં, બાંગ્લાદેશ આર્મીના સભ્યો, ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ વાહનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.. અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

વાયુસેનાનું તાલીમ વિમાન F-7 BGI ઢાકાના ઉત્તરા ક્ષેત્રના દિયાબારી વિસ્તારમાં માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું.ફાયર ઓફિસરે જણાવ્યું કે, આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે.અન્ય લોકો ઘાયલ થયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -