‘એગ્રીસ્ટેક ફાર્મર આઈડી’ વગર ખેડૂતોની વીમા અરજી હવે માન્ય નહીં રહે.

ભારત સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજનામાં મોટો ફેરફાર કર્યો છે.લોન ન લેનારા ખેડૂતો માટે ‘એગ્રીસ્ટેક ફાર્મર આઈડી’ ફરજિયાત બનાવ્યું છે. હવે કોઈ પણ ઈ-મિત્ર ઓપરેટર, સીએસસી સેન્ટર ઓપરેટર કે અન્ય વહીવટકર્તા શેરખેતીનું સોગંદનામું મૂકીને અન્ય કોઈ વ્યક્તિના નામે વીમો કરાવી શકશે નહીં. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના અધિક કમિશનર દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રાષ્ટ્રીય પાક વીમા પોર્ટલ પર અરજી કરતી વખતે લોન ન લેનારા ખેડૂતોનું ‘એગ્રીસ્ટેક ફાર્મર આઈડી’ દાખલ કરવું ફરજિયાત રહેશે. આ આઈડી વિના હવે કોઈપણ લોન ન લેનારા ખેડૂતનો વીમો થઈ શકશે નહીં.
રાજસ્થાન સરકારના કૃષિ કમિશનરેટે આ આદેશ લાગુ કર્યો છે.રાજ્યની તમામ બેંકો, વીમા કંપનીઓ, ઈ-મિત્ર અને સીએસસી સેન્ટરોને સ્પષ્ટ સૂચનાઓ મોકલી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ પાક વીમા યોજનામાં થતી છેતરપિંડી અટકાવવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોથી એવું જોવા મળ્યું છે કે ઘણી જગ્યાએ, શેરખેડુતોના નામે સોગંદનામા રજૂ કરીને અન્ય લોકોની જમીનનો વીમો લેવામાં આવતો હતો..જેના કારણે વાસ્તવિક ખેડૂતને નુકસાન થતું હતું અને વીમા રકમનો દુરુપયોગ થતો હતો.
હવે ‘એગ્રીસ્ટેક ફાર્મર આઈડી’ વિના વીમા અરજી માન્ય રહેશે નહીં.. જેનાથી નકલી દસ્તાવેજોના આધારે વીમો લેવાનું અસરકારક રીતે બંધ થશે.મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી છે કે જે ખેડૂતોનું ‘એગ્રીસ્ટેક ફાર્મર આઈડી’ હજુ સુધી બનાવવામાં આવ્યું નથી.. તેમણે પહેલા આઈડી માટે નોંધણી કરાવવી પડશે. આ પછી જ, તેમની વીમા અરજી પોર્ટલ પર અપલોડ કરી શકાશે. 8 જુલાઈ, 2025 સુધી જે ખેડૂતોનું આઈડી બનાવવામાં આવ્યું છે તેમનું સીડિંગ NCIP પોર્ટલ પર કરવામાં આવ્યું છે.
- Advertisement -
- Advertisement -