37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મુંબઇમાં શિક્ષિકાની હેવાનિયતનો પર્દાફાશ : પ્રતિષ્ઠિત શાળાની 40 વર્ષીય શિક્ષિકાએ 16 વર્ષીય વિદ્યાર્થી સાથે ઘણી વખત 5 સ્ટાર હોટલમાં લઇ જઇને આચર્યુ દુષ્કર્મ 


મુંબઈની પ્રતિષ્ઠિત શાળાની 40 વર્ષીય શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યું હતુ.મુંબઈ પોલીસ આરોપી શિક્ષિકાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.પીડિત વિદ્યાર્થી સાથે 1 વર્ષથી જાતીય સતામણી કરવામાં આવી રહી હતી. સગીર વિદ્યાર્થીને સાઉથ બોમ્બેની ઘણી ફાઇવ સ્ટાર હોટલમાં પણ લઈ જઇને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.આરોપી ટીચર દ્વારા સગીર વિદ્યાર્થીને ડિપ્રેશન વિરોધી દવાઓ પણ આપવામાં આવી હતી.વિદ્યાર્થીએ  તેની HSCની પરીક્ષા પૂર્ણ થયા બાદ પોતાનાં મા-બાપને આપવીતી કહી હતી. ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે.આરોપી શિક્ષિકા તેના નોકરને આ સ્ટુડન્ટ્ને મળવા મોકલ્યો હતો.ત્યારબાદ પીડિતાના પરિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી..આરોપી શિક્ષિકા ધરપકડ કરવામાં આવી હતી.

40 વર્ષીય શિક્ષિકા વિદ્યાર્થિને ભણાવતી હતી.આ વિદ્યાર્થી ધોરણ 11નો અભ્યાસ કરતો હતો. પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ડિસેમ્બર 2023માં હાઈસ્કૂલના વાર્ષિક સમારોહ માટે ડાન્સ ગ્રુપ તૈયાર કરવા માટે યોજાયેલી વિવિધ બેઠકો દરમિયાન શિક્ષિકાની નજર વિદ્યાર્થી પર બગડી હતી.ત્યારબાદ જાન્યુઆરી 2024માં તેણે સૌ પ્રથમવાર દુષ્કર્મ કર્યુ હતુ..

પીડિત વિદ્યાર્થી શરૂઆતમાં શિક્ષિકાની હેવાનિયતથી બચવાનો પ્રયાસ કરતો હતો. ત્યારબાદ આ શિક્ષિકાએ તેની એક બહેનપણીને આમાં સામેલ કરી હતી.શિક્ષિકાના મિત્રની પણ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.કારણકે શિક્ષિકાની બહેનપણીએ સગીરને ફોસલાવતાં કહ્યું હતું કે, હવે તો મોટી ઉંમરની મહિલાઓ અને કિશોરવયના છોકરાઓ વચ્ચેના સંબંધો એકદમ સામાન્ય વાત બની ગઈ છે.

અહેવાલ અનુસાર શિક્ષિકા આ વિદ્યાર્થીને એક જગ્યાએ લઈ ગઈ હતી.ત્યાં બળજબરીથી તેના કપડાં પણ ઉતારી નાખવામાં આવ્યા હતા.અને તેની પર જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ બાદ જ્યારે વિદ્યાર્થી ખૂબ જ તણાવમાં રહેવા લાગ્યો ત્યારે આરોપી શિક્ષિકાએ વિદ્યાર્થીને એન્ટિ-એનઝાયટી પિલ્સ પણ ખવડાવી હતી.ત્યારબાદ પોલીસે તે પિલ્સ જપ્ત કરી લીધી છે.
આ આરોપી શિક્ષિકા પીડિત વિદ્યાર્થીને દક્ષિણ મુંબઈની વિવિધ ફાઇવ સ્ટાર હોટલમાં લઈ ગઇ હતી.જ્યાં અનેકવાર તેની પર જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.પોલીસે જણાવ્યું કે,આરોપી શિક્ષિકા ઘણીવાર તેને દારૂ પીવડાવીને નશામાં ધૂત કરવાનો પણ પ્રયાસ કરતી હતી.પોલીસ શિક્ષકાની ધરપકડ કરતા સમગ્ર શાળામાં હોબાળો મચી ગયો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -