31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

તમારી દુકાન બંધ કરો અને દક્ષિણ આફ્રિકા પાછા જાઓ’, ટ્રમ્પે મસ્કને આપી ધમકી


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે ફરી એકવાર શબ્દયુદ્ધ શરૂ થયું છે.આ વખતે ટ્રમ્પે મસ્કને મોટી ધમકી આપી છે. ટ્રમ્પ અને મસ્ક વચ્ચે શબ્દયુદ્ધ એવા સમયે શરૂ થયું છે.જ્યારે સેનેટમાં વન બિગ, બ્યુટીફુલ બિલ પર મતદાન થઈ રહ્યું છે. એલોન મસ્કે ફરી એકવાર બિલ વિરુદ્ધ નિવેદન આપ્યું છે.તેથી ટ્રમ્પે હવે મસ્ક વિશે મોટી વાત કહી છે.

ટ્રમ્પે કહ્યું કે, મસ્ક જાણતા હતા કે હું ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી નીતિઓનો વિરોધ કરું છું.દરેકને ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે દબાણ કરી શકાતું નથી.મસ્ક કદાચ માનવ ઇતિહાસમાં કોઈ કરતાં વધુ સબસિડી મેળવી શકે છે. પરંતુ સબસિડી વિના તેમણે કદાચ પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા ફરવું પડશે.આટલા બધા રોકેટ લોન્ચર, ઉપગ્રહો કે ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન થશે નહીં અને આપણે આ રીતે ઘણા પૈસા બચાવીશું.

એલોન મસ્ક મૂળ દક્ષિણ આફ્રિકાના છે.તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. 1989 માં 17 વર્ષની ઉંમરે મસ્ક દક્ષિણ આફ્રિકાથી કેનેડા ગયા હતા..ત્યારબાદ કેનેડાથી અમેરિકા ગયા હતા તેમણે અમેરિકામાં જ પોતાનો વ્યવસાય ઘણો વિસ્તાર્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -