સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો : નિવૃત્ત રેલવે કર્મચારીએ મિત્રના ઘરે 5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું..

આ ઘટના માત્ર અજમેર માટે જ નહીં.પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી છે કે, બાળકોની સલામતી માટે માત્ર બાહ્ય જ નહીં..પરંતુ પરિવાર અને સામાજિક સંબંધોમાં પણ સંપૂર્ણ સાવધાની રાખવી જરૂરી છે.પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોએ આ ઘટનાની નિંદા કરીને આરોપીને કડક સજાની માંગ કરી છે.
અજમેરના ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી.. 70 વર્ષીય નિવૃત્ત રેલવે કર્મચારીની 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુર્વ્યવહાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના રવિવારે બપોરે બની હતી.. જ્યારે છોકરીને તેના માતાપિતા તેમના પરિચિતના ઘરે એક પારિવારિક કાર્યક્રમ દરમિયાન થોડા સમય માટે છોડી ગયા હતા.
છોકરીના માતાપિતા નજીકના એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. હવામાન ખૂબ જ ગરમ હોવાથી તેઓ તેમની પુત્રીને થોડા સમય માટે તેમના જૂના મિત્રના ઘરે છોડી ગયા હતા..આ મિત્ર તેમના પરિવારની નજીક હતો.. અને તેનું ઘર સ્થળથી માત્ર 50 મીટર દૂર હતું. તે સમયે આરોપી વૃદ્ધ વ્યક્તિ અને તેની પત્ની ઘરમાં હાજર હતા. થોડા સમય પછી પત્ની પણ કાર્યક્રમમાં ગઈ અને છોકરી ઘરે એકલી રહી ગઈ હતી.
જો કે થોડા સમય બાદ છોકરીની માતા કોઈ કામ માટે મિત્રના ઘરે પાછી આવી હતી..તેણે જોયું કે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. છોકરીને બૂમ લગાવવા છતાં કોઈ જવાબ ન મળ્યો..જો કે કંઈક અપ્રિય ઘટનાના ડરથી તેણે દરવાજાની ગ્રીલમાંથી અંદર ડોકિયું કર્યું ત્યારે દ્રશ્ય તેને ખૂબ જ આઘાતજનક લાગ્યું.તેણે તાત્કાલિક દરવાજો ખોલ્યો અને તેની પુત્રીને બહાર કાઢી અને તેના પતિને સમગ્ર ઘટના વિશે જાણ કરી..ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશને મહિલાની ફરિયાદ પર આરોપી વિરુદ્ધ IPC અને POCSO એક્ટની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો. છોકરીને તે જ રાત્રે JLN હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.. જ્યાં તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.પ્રાથમિક અહેવાલમાં પરિસ્થિતિની ગંભીરતા જોઈને પોલીસ ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી..ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.પરંતુ પોલીસ ટીમે ઝડપી કાર્યવાહી કરીને બીજા જ દિવસે તેની ધરપકડ કરી હતી..ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે આ પુરાવાઓના આધારે આરોપી સામે મજબૂત કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
- Advertisement -