ભાજપ બંધારણ હત્યા દિવસ ઉજવવાનું નાટક કરી રહી છે – કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભાજપ બંધારણ હત્યા દિવસ ઉજવવાનું નાટક કરી રહી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું,“ભાજપ આપણી ‘સંવિધાન બચાવો યાત્રા’થી ડરી ગઈ છે. તેઓ 50 વર્ષ પહેલાની કટોકટી વિશે વાત કરી રહ્યા છે.જેઓ પોતાના કાર્યકાળ દરમિયાન કંઈ કરી શક્યા ન હતા.જેમની પાસે બેરોજગારી, મોંઘવારી અને નોટબંધીના મુદ્દાઓનો કોઈ જવાબ નથી. તેઓ આજે આ નાટક કરી રહ્યા છે.(કટોકટીના 50 વર્ષ ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવી રહ્યા છે જેથી જુઠ્ઠાણું છુપાવી શકાય.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, સરકાર વતી વડાપ્રધાને એક પરિપત્ર બહાર પાડ્યો છે..જેમાં તમામ રાજ્યોને કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવાને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, જેઓ હવે બંધારણ બચાવવાની વાત કરી રહ્યા છે. તેઓ ફક્ત તે મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે ભૂતકાળમાં સમાપ્ત થઈ ગયો હતો. જેમની ભારતીય સ્વતંત્રતા ચળવળ અને બંધારણના નિર્માણમાં કોઈ ભૂમિકા નહોતી.. તેઓ હવે તેના વિશે વાત કરી રહ્યા છે. તેઓએ ગાંધીજી, આંબેડકરજી અને અન્ય લોકોના ચિત્રો પણ બાળી નાખ્યા.
25 જૂન 1975 તે રાત્રે જ્યારે ભારતનું લોકશાહી ધ્રૂજી ઉઠ્યું હતું.આના પર જે દિવસે બંધારણ કચડી નાખવામાં આવ્યું,અભિવ્યક્તિની સ્વતંત્રતા દબાવવામાં આવી અને લોકશાહીને સાંકળોમાં બાંધવામાં આવી. મધ્યરાત્રિએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ રેડિયો પર કટોકટીની જાહેરાત કરી. સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં દેશમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામે આંદોલન વેગ પકડી રહ્યું હતું. અલ્હાબાદ હાઇકોર્ટે ઇન્દિરાનું લોકસભા સભ્યપદ રદ કર્યું હતું..જેના કારણે તેમની ખુરશી જોખમમાં હતી. જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓનો અવાજ લોકોને એક કરી રહ્યો હતો.આવી સ્થિતિમાં કટોકટી એક એવું શસ્ત્ર બની ગયું જેણે લોકશાહીને બાનમાં રાખી.આ તણાવ વચ્ચે, 25 જૂનની રાત્રે ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમ 352 હેઠળ કટોકટી જાહેર કરી.આ નિર્ણય કેબિનેટની મંજૂરી વિના રાતોરાત લેવામાં આવ્યો.રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે મધ્યરાત્રિએ તેના પર હસ્તાક્ષર કર્યા અને દેશ કટોકટીના અંધકારમાં ડૂબી ગયો હતો..
- Advertisement -
- Advertisement -