યોગ દિવસ 2025 : યોગ દિવસે ભારતમાં વિશ્વ રેકોર્ડ,ગુજરાત અને આંધ્રપ્રદેશના નામ ગિનિસ બુકમાં નોંધાયા

દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.. ભારતે યોગ દિવસે એક ખાસ સિદ્ધિ મેળવી. ગુજરાત અને આંધ્રપ્રદેશે યોગમાં રેકોર્ડ બનાવીને ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.અહીં બે હજાર લોકોએ બે મિનિટ અને નવ સેકન્ડ માટે ભુજંગાસન કરીને આ સિદ્ધિ મેળવી હતી.આંધ્રપ્રદેશે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.અહીં ત્રણ લાખ લોકોએ એકસાથે યોગ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો..જયારે 2,000 આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટમાં એકસાથે 108 સૂર્યનમસ્કાર કરીને એક મોટી સિદ્ધિ મેળવી હતી..
ગિનિસ વર્લ્ડ રેકોર્ડના સત્તાવાર નિર્ણાયક રિચાર્ડ સ્ટનિંગે જણાવ્યું કે, યોગમાં સૌથી વધુ સંખ્યામાં કોબ્રા પોઝ (ભુજંગાસન) કરવાનો રેકોર્ડ શનિવારે બન્યો હતો.અમે રેકોર્ડ માટે સહભાગીઓની ન્યૂનતમ સંખ્યા 250 નક્કી કરી હતી.તેમને કોબ્રા પોઝમાં ઓછામાં ઓછી એક મિનિટ માટે યોગ કરવાનો હતો. લગભગ 2,184 સહભાગીઓએ તેમાં ભાગ લીધો હતો.અને 2,121 સહભાગીઓએ બે મિનિટ અને નવ સેકન્ડ માટે યોગ કર્યા હતા.તેમણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.. સામેલ થયા તે બધાને અભિનંદન અને આ એક મહાન સિદ્ધિ છે.
- Advertisement -
- Advertisement -