28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

જામનગર : પીએસઆઇ અને રાઇટર વતી રૂ.1 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો…


જામનગરમાં ફરિયાદી વિરુદ્ધ અગાઉ ચીટિંગની અરજી કરવામાં આવી હતી..જો કે ભવિષ્યમાં હવે કોઇ અરજી આવશે તો જાણ કરવા અને હેરાનગતિ નહી થાય તેવું કહીને રૂબરૂ મળી કંઇક વહીવટ કરી દેવા જણાવ્યું હતુ…જયારે રૂબરૂ મુલાકાત દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 1,00,000 ની લાંચની માંગણી કરી હતી..ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.ડી.ગોહિલ અને રાઇટર ધમ મોરીએ રૂપિયા પચાસ-પચાસ હજારની લાંચ માંગી હતી..

જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો..જેથી રાજકોટ એસીબીએ સમર્પણ સર્કલ નજીક પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાં ટ્રેપ ગોઠવીને લાંચ લેવા આવેલા આરોપી રવિ શર્માને ઝડપી પાડયો હતો..હાલમાં પીએસઆઇ આર.ડી.ગોહિલ અને રાઇટર ધમ મોરી ફરાર છે..એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -