50 વર્ષ જૂની દુશ્મનાવટને કારણે એક વૃદ્ધે પોતાના મિત્રના તોડી નાખ્યા દાંત..ચોથા ધોરણમાં તેમની વચ્ચે થયો હતો ઝઘડો..

કેરળના કાસરગોડ જિલ્લામાં ધોરણ ચારની દુશ્મનાવટને કારણે એક 62 વર્ષીય વ્યક્તિ પર હુમલો કરવા મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી…પોલીસે કહ્યા મુજબ આ મામલો 50 વર્ષ જૂની દુશ્મનાવટનો છે. ઘાયલ વીજે બાબુ અને આરોપી બાબુ બાલકૃષ્ણન શાળામાં સાથે અભ્યાસ કરતા હતા. થોડા દિવસો પહેલા બંને ફરી મળ્યા હતા..જો કે ત્યારબાદ 2 જૂનના રોજ બાબુ બાલકૃષ્ણન તેના એક મિત્ર મેથ્યુ વાલિયાપલક્કલ સાથે વીજે બાબુ પર હુમલો કર્યો હતો.
અહેવાલ મુજબ, એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે,, વીજે અને બાલકૃષ્ણન શાળામાં સાથે અભ્યાસ કરતા હતા. થોડા દિવસો પહેલા મુલાકાત દરમિયાન બંને વચ્ચે શાળાના કોઈ મુદ્દા પર ઝઘડો થયો હતો. જોકે તે સમયે મામલો ઉકેલાઈ ગયો હતો..જો કે તારીક 2 જૂને બાલકૃષ્ણન, મેથ્યુ સાથે મળીને વીજે બાબુ પર આજ બાબતે હુમલો કર્યો હતો. તેને મારતા પહેલા બંનેએ કથિત રીતે વીજેને પૂછ્યું હતું કે,, તેણે ચોથા ધોરણમાં બાલકૃષ્ણન પર હુમલો કેમ કર્યો હતો.. જ્યારે વીજે જવાબ ન આપ્યો અને પ્રશ્ન ટાળવાનો પ્રયાસ કર્યો ત્યારે બાલકૃષ્ણન અને મેથ્યુએ તેને મારવાનું શરૂ કર્યું હતુ..
ઘટનાની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા અનુસાર, બાલકૃષ્ણને બાબુનો કોલર પકડી રાખ્યો હતો.. જ્યારે મેથ્યુએ વારંવાર તેના ચહેરા અને પીઠ પર પથ્થરથી હુમલો કર્યો હતો. બાદમાં, સ્થળ પર હાજર લોકોએ દરમિયાનગીરી કરી હતી. હુમલામાં ચહેરા પર ગંભીર ઈજાઓ પામેલા બાબુને પરિયારામ સ્થિત કન્નુર સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બંને પર ભારતીય દંડ સંહિતાની કલમ 126(2) (ખોટી રોક), 118(1) (ખતરનાક હથિયારો અથવા માધ્યમોનો ઉપયોગ કરીને સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી અને 3(5) સામાન્ય ઈરાદાથી અનેક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા કૃત્યો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
- Advertisement -