28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

રાજસ્થાનના ટોંકમાં બનાસ નદીમાં ન્હાવા ગયેલા 8 મિત્રોના ડૂબી જવાથી મોત


રાજસ્થાનના ટોંકમાં નદીમાં ન્હાવા ગયેલા 8 મિત્રોના ડૂબવાથી મોત થયા છે. બધા મૃતકો ટોંક અને જયપુર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. લોકોએ વહીવટીતંત્રની મદદથી નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા હતા.બનાસ નદીમાં ન્હાવા ગયેલા 11 યુવાનો ડૂબી ગયા હતા.. સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓએ 8 યુવાનોને બહાર કાઢ્યા હતા…બધાને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ટોંકના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે,, અન્ય ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.. અને તેમની હાલત સ્થિર છે. તેમણે કહ્યું હતું કે 25 થી 30 વર્ષની વયના 11 લોકોનું જૂથ નદીમાં ન્હાવા માટે ઉતર્યું હતું… જ્યારે તેઓ ઊંડા પાણીમાં ગયા હતા. તેમણે કહ્યું હતું કે તેમને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.. જ્યાં ડોક્ટરોએ તેમાંથી આઠને મૃત જાહેર કર્યા હતા. એસપીએ કહ્યું હતું કે તેઓ ઊંડા પાણીમાં કેવી રીતે પડ્યા તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. તેમણે કહ્યું હતું કે મૃતકો જયપુરથી પિકનિક માટે આવ્યા હતા.

એસપીએ જણાવ્યું હતું કે ત્રણ યુવાનો જીવિત છે.. અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલમાં, મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.. અને તેમના પરિવારોને ઘટના વિશે જાણ કરવામાં આવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -