31 C
Ahmedabad
Monday, March 2, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું લોકાર્પણ..


વડાપ્રધાન મોદીએ શુક્રવારે ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા બ્રિજનું ઉદ્ઘાટન કરીને કાશ્મીરને સૌથી મોટી ભેટ આપી હતી..PM મોદીએ ત્રિરંગો લહેરાવીને આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું…તેઓ ત્રિરંગો લહેરાવતા પુલ પર પણ ગયા હતા. આ પહેલા PM મોદી હેલિકોપ્ટર દ્વારા ચિનાબ રેલવે બ્રિજ પર પહોંચ્યા હતા અને ચિનાબ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અહીં કામદારો, રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી..રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને CM ઓમર અબ્દુલ્લા પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.

કેમ ખાસ છે ચેનાબ પુલ ?

જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલ સ્ટ્રક્ચરલ સ્ટીલથી બનેલો છે. તે માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનનો સામનો કરી શકે છે…એટલે કે જમ્મુ અને કાશ્મીરના હવામાનની આ પુલ પર કોઈ અસર થશે નહીં.. પુલ કોઈપણ મુશ્કેલી વિના ચાલતો રહેશે. 1,315 મીટર લાંબો અને 359 મીટર ઊંચો ચેનાબ પુલ ફ્રાન્સના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -