30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

પાકિસ્તાન: 17 વર્ષીય ટિકટોકરની ગોળી મારીને હત્યા…મહેમાન બનીને આવ્યો હત્યારો..


પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે..પ્રખ્યાત ટિકટોકર સના યુસુફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતા. આ ઘટના ઇસ્લામાબાદના સેક્ટર G-13 સ્થિત તેના નિવાસસ્થાને બની હતી.. જે સુમ્બલ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ અપર ચિત્રાલની રહેવાસી સના યુસુફને તેના ઘરે મળવા આવેલા એક મહેમાન દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. ઘટના બાદ, આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી..

શું હતો હત્યા પાછળનો હેતુ ?

સના યુસુફના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) મોકલવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસમાં હત્યા પાછળનો હેતુ શું હતો તે સ્પષ્ટ થયું નથી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.. જેમાં પરસ્પર દુશ્મનાવટ, વ્યક્તિગત વિવાદ અથવા અન્ય કોઈ કારણ શામેલ હોઈ શકે છે.

પોલીસે FIR નોંધીને શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા અને ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવી હતી..આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે..પાકિસ્તાનમાં લોકો સોશિયલ મીડિયા પર આ હત્યા વિશે વાત કરી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -