કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સમાપ્ત, ભારત ખાલી હાથે પરત ફર્યું, ‘હોમબાઉન્ડ’એ નિરાશ કર્યા…

ફ્રાન્સમાં 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન થયું..આ મહોત્સવમાં ભારત અને વિદેશના પ્રખ્યાત કલાકારોએ ભાગ લીધો હતો.. અને પોતાની પ્રતિભા દર્શાવી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નોંધપાત્ર ફિલ્મો અને ઐતિહાસિક સિદ્ધિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.. જેમાં ઘણી ફિલ્મો અને કલાકારોએ પુરસ્કારો જીત્યા હતા. ભારતીય દિગ્દર્શક નીરજ ઘાયવાનની ‘હોમબાઉન્ડ’ ને કાન્સમાં ઘણી પ્રશંસા મળી હતી.. તેથી દર્શકોને તેનાથી ઘણી અપેક્ષાઓ હતી.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત તરફથી નીરજ ઘેયવાન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘હોમબાઉન્ડ’ ના સ્ક્રીનિંગ દરમિયાન તેમને ઉભા થઈને તાળીઓ મળી અને હોલ લગભગ નવ મિનિટ સુધી સતત તાળીઓથી ગૂંજી ઉઠ્યો. ઇશાન ખટ્ટર, વિશાલ જેઠિયા અને જાહ્નવી કપૂર અભિનીત આ ફિલ્મ એવોર્ડ માટે આગળની દોડમાં હોય તેવું લાગતું હતું.. પરંતુ તે અન સર્ટેન રિગાર્ડ વિભાગમાં પાછળ રહી ગઈ અને ખાલી હાથે પાછું ફરવું પડયુ. ભારતને બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરની ‘તનવી ધ ગ્રેટ’ પાસેથી પણ આશા હતી.. પરંતુ તેને કોઈ એવોર્ડ મળ્યો નહીં. આ વખતે ભારત કાન્સમાં પુરસ્કારોની દ્રષ્ટિએ પાછળ રહી ગયું.
એવોર્ડનું નામ વિજેતાનું નામ
પામ ડી’ઓર જાફર પનાહી
ગ્રાન્ડ પ્રિકસ જોઆચિમ ટ્રિયર
શ્રેષ્ઠ નિર્દેશક: ક્લેબર મેન્ડોન્કા ફિલ્હો
શ્રેષ્ઠ અભિનેતા: વેગનર મૌરા
શ્રેષ્ઠ અભિનેત્રી: નાદિયા મેલિતી
જ્યુરી પુરસ્કાર ઓલિવિયર લેક્સ અને માશા શિલિન્સ્કી
બેસ્ટ સ્ક્રીનપ્લે જીન-પિયર અને લુક ડાર્ડેન
કેમેરા ડી’ઓર હસન હાદી
FIPRESCI પુરસ્કાર (અનસર્ટેન રિગાર્ડ) હેરિસ ડિકિન્સન
ગ્રાન્ડ પ્રાઇઝ રત્ચાપૂમ બૂનબુનચાચોક
- Advertisement -
- Advertisement -