26.9 C
Ahmedabad
Tuesday, March 3, 2026

54 વર્ષ બાદ 34ને પાર… ગુરુવાર 133 વર્ષ પછી મે મહિનાનો ત્રીજો સૌથી ગરમ દિવસ.. આજે ચેતવણી


શ્રીનગરમાં ગુરુવારે ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો હતો.. 54 વર્ષ પછી, અહીં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.. હવામાન વિભાગે 23 મે માટે યલો એલર્ટ જારી કર્યું છે. જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે,, 24 થી 26 મે દરમિયાન ગરમીથી થોડી રાહત મળી શકે છે.

શ્રીનગરની સાથે, જમ્મુમાં પણ લોકો ગરમીથી પરેશાન હતા. અહીં દિવસનું તાપમાન 38.5 ડિગ્રી હતું.. પવનને કારણે બુધવારની સરખામણીમાં તાપમાનમાં 2.9 ડિગ્રીનો ઘટાડો થયો હતો. બુધવારે જમ્મુમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી હતું.

54 વર્ષ પછી શ્રીનગરમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ પાર થઈ ગયું છે. આ પહેલા 28 મે, 1971 ના રોજ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયું હતું.ખીણની સુંદરતા ઉપરાંત, અહીંનું વાતાવરણ અન્ય રાજ્યોના પ્રવાસીઓને આકર્ષે છે.

ઉનાળાની રજાઓમાં કાશ્મીર ફરવા માટે એક ઉત્તમ સ્થળ છે. પરંતુ હવે ગરમી અહીં પણ પોતાની અસર બતાવી રહી છે. બપોરે બજારમાં કે રસ્તા પર જવું મુશ્કેલ બની રહ્યું છે.

ગુરુવારે, શ્રીનગરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા નવ ડિગ્રી વધુ હતું. લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું હતું.. જે સામાન્ય કરતાં 3.4 ડિગ્રી વધુ છે. ગુલમર્ગમાં તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું…જે સામાન્ય કરતા 8.8 ડિગ્રી વધુ છે. પહેલગામમાં તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું હતું..જે સામાન્ય કરતા 5.6 ડિગ્રી વધુ છે..

કાશ્મીરના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં 33.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. 1956 પછી મે મહિનામાં આ ત્રીજું સૌથી વધુ તાપમાન છે. કોકરનાગમાં 33.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે 1978 પછીનું સૌથી વધુ છે. આ પહેલા, 15 મે,2001 ના રોજ, કોકરનાગમાં 32.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જમ્મુ વિભાગમાં, બનિહાલમાં 31 ડિગ્રી, બટોટમાં 29.2 ડિગ્રી, ભદરવાહમાં 32.1 ડિગ્રી અને કઠુઆમાં 36.2 ડિગ્રી તાપમાન હતું. ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -