36.5 C
Ahmedabad
Thursday, March 5, 2026

પાકિસ્તાની ગોળીબારમાં અધિક જિલ્લા વિકાસ કમિશનર શહીદ થયા…


જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાની ગોળીબારમાં અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થપ્પા શહિદ થયા હતા..જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, રાજૌરીના એડિશનલ ડેપ્યુટી કમિશનર રાજ કુમાર થાપા અને તેમના બે સ્ટાફ રાજૌરી શહેરમાં તેમના નિવાસસ્થાન પર ગોળીબારથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા…

 ઓમર અબ્દુલ્લાએ થાપાના નિધન પર શોક વ્યક્ત કર્યો.

તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “રાજૌરીથી વિનાશક સમાચાર. આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક સમર્પિત અધિકારી ગુમાવ્યા છે. ગઈકાલે જ તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા અને મારા અધ્યક્ષતામાં યોજાયેલી ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી.”

મુખ્યમંત્રીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આજે, પાકિસ્તાની ગોળીબારમાં રાજૌરી શહેરને નિશાન બનાવવામાં આવ્યું હતું…જેમાં અમારા અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થપ્પાએ અધિકારીના નિવાસસ્થાને જ જીવ ગુમાવ્યો હતો.” આ ભયંકર જીવનના નુકસાન પર દુઃખ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. તેમના આત્માને શાંતિ મળે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -