31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સુરતમાં મહિલા PSI તેમજ વચેટિયો લાંચ લેતા ઝડપાયા


સુરતના કાપોદ્રો પોલીસ સ્ટેશના મહિલા પીએસઆઇ તેમજ ત્રણ લોકોને એસીબીએ રૂપિયા 63 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા હતા..કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થઇ હતી.. જે અરજીની તપાસ આ કામના મહિલા પીએસઆઈ મધુબેન અમીભાઇ રબારી કરતા હતા.એ.એસ.આઈ નવનીતકુમાર જેઠવા તેમના રાઈટર થતા હતા. તેમની અરજીની તપાસમાં બાકી નીકળતા રૂપિયા આપી દેવા વારંવાર દબાણ કરતા હતા. જે બાકીના રૂપિયા અપાવવાના હતા.. તેમાંથી ઓછું કરાવીને રૂ. 63,000 મહિલા પીએસઆઈ આપી દેવા કહેતા હતા. તેઓ લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી વડોદરા એ.સી.બી.નો સંર્પક કર્યો હતો.

જેના આધારે લાંચના છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં એ.એસ.આઈ નવનીતકુમાર જેઠવાએ લાંચના રૂપિયા મહિલા પી.એસ.આઈ. એમ.એ.રબારી વતી માંગણી કરી હતી.. ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાને આપી દેવા જણાવ્યું હતું..જો કે વડોદરા ACB એ છટકું ગોઠવીને ટ્રેપ દરમિયાન PSI એ ASI ને કહેતાં વચેટિયો લાંચની રકમ સ્વીકારતો રંગેહાથ ઝડપાઇ ગયા હતા..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -