26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

ચીને પાકિસ્તાનને આપ્યો ટેકો,અમેરિકા ખુલ્લેઆમ બહાર આવ્યું


પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતને વિશ્વભરના દેશો તરફથી સમર્થન મળી રહ્યું છે. અમેરિકા અને રશિયા સહિત મોટાભાગના દેશોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. હવે અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ અને ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.. જેમાં અમેરિકાએ એક મોટી જાહેરાત કરી હતી..અને કહ્યુ કે તે ભારતના સંરક્ષણ અધિકારને સમર્થન આપે છે. આ અગાઉ, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ એસ જયશંકર અને પાકિસ્તાની PM શાહબાઝ શરીફ સાથે વાત કરતી વખતે તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી. આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે..જો કે ચીન જેવા દેશોએ પાકિસ્તાનને ટેકો આપ્યો છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથ સાથે વાત કરી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના દુઃખદ મૃત્યુ પર મારી ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી..હેગસેથે કહ્યું કે, અમેરિકા ભારત સાથે એકતામાં ઉભું છે..ભારતના સ્વ-રક્ષાના અધિકારને સમર્થન આપે છે. તેમણે આતંકવાદ સામેની ભારતની લડાઈમાં અમેરિકન સરકારના મજબૂત સમર્થનનો પુર્નરોચ્ચાર  કર્યો હતો..”

રાજનાથ સિંહે વધુમાં કહ્યું  કે, વાતચીત દરમિયાન સંરક્ષણ મંત્રીએ યુએસ સંરક્ષણ મંત્રીને કહ્યું હતું કે,, પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને સમર્થન,, તાલીમ અને ભંડોળ આપવાનો ઇતિહાસ રહ્યો છે. વૈશ્વિક સમુદાય માટે આતંકવાદના આવા જઘન્ય કૃત્યોની સ્પષ્ટ અને સ્પષ્ટપણે નિંદા કરવી અને તેનો પર્દાફાશ કરવો મહત્વપૂર્ણ છે. અગાઉ પણ  ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે યુ.એસ.સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને કહ્યું કે, ગયા અઠવાડિયે કાશ્મીરમાં થયેલા ઘાતક હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જ જોઈએ.

અમેરિકાએ જણાવ્યું કે, રુબિયોએ બુધવારે અલગ-અલગ ટેલિફોન કોલમાં બંને પડોશીઓ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અંગે ચર્ચા કરી હતી.. તણાવ ઘટાડવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, તે આતંકવાદ સામે લડવામાં ભારતને ટેકો આપે છે.. પાકિસ્તાનને 26 લોકોના મોત થયેલા હુમલાની તપાસમાં સહયોગ કરવા વિનંતી કરે છે.આ હુમલા બાદ પાકિસ્તાનને ભારત તરફથી ગમે ત્યારે હુમલો થવાનો ડર છે. તે પોતાના મિત્ર દેશોનો સંપર્ક કરીને સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચીન જેવા દેશોએ પાકિસ્તાનને ટેકો આપવાની જાહેરાત કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -