28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

WAVES નું ઉદ્ઘાટન: PM મોદી તેને સર્જનાત્મકતાનો ઉત્સવ કહ્યો…તેમણે કહ્યું- ભારતમાં અને વિશ્વમાં સર્જનનો યોગ્ય સમય


 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES)નું ઉદ્ઘાટન કર્યું હતું…PM મોદીએ સમિટમાં ભેગા થયેલા એક હજારથી વધુ સર્જકોને પ્રોત્સાહિત કર્યા હતાં. વેવ્ઝ 2025 એ ચાર દિવસનો કાર્યક્રમ છે જે મીડિયા અને મનોરંજન જગતને એકસાથે લાવે છે. વેવ્ઝ 2025 ની ટેગલાઇન છે – ‘કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ’. તેમાં 90 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં 10,000 થી વધુ પ્રતિનિધિઓ, 1,000 સર્જકો, 300 થી વધુ કંપનીઓ અને 350 થી વધુ સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે.

આ કાર્યક્રમને સંબોધતા,વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે મુંબઈમાં, 100 થી વધુ દેશોના કલાકારો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ એક છત નીચે ભેગા થયા છે. એક રીતે, આજે અહીં વૈશ્વિક પ્રતિભા અને વૈશ્વિક સર્જનાત્મકતાના વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નખાયો છે. વેવ્ઝ એ ફક્ત એક ટૂંકું નામ નથી. આ એક લહેર છે – સંસ્કૃતિની, સર્જનાત્મકતાની, સાર્વત્રિક જોડાણની.

વેવ્ઝ એ દરેક કલાકાર, તમારા જેવા દરેક સર્જક માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ છે.
તેમણે કહ્યું, ‘વેવ્સ એક વૈશ્વિક પ્લેટફોર્મ છે જે દરેક કલાકાર, તમારા જેવા દરેક સર્જકનું છે.’ જ્યાં દરેક કલાકાર, દરેક યુવા એક નવા વિચાર સાથે સર્જનાત્મક દુનિયા સાથે જોડાશે. આજે 1લી મે છે. આજથી 112 વર્ષ પહેલાં, 3 મે, 1913ના રોજ, ભારતમાં પહેલી ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર રિલીઝ થઈ હતી. તેના નિર્માતા દાદાસાહેબ ફાળકે હતા અને ગઈકાલે તેમનો જન્મદિવસ હતો. છેલ્લી સદીમાં, ભારતીય સિનેમા ભારતને વિશ્વના દરેક ખૂણામાં લઈ જવામાં સફળ રહ્યું છે.

ભારતીય સિનેમાના ઘણા દિગ્ગજોને ટપાલ ટિકિટ દ્વારા યાદ કરવામાં આવ્યા

PM મોદીએ કહ્યું કે આજે વેવ્ઝના આ મંચ પર, આપણે ટપાલ ટિકિટ દ્વારા ભારતીય સિનેમાના ઘણા દિગ્ગજોને યાદ કર્યા છે. વર્ષોથી, હું ગેમિંગ જગત, સંગીત જગત, ફિલ્મ નિર્માતાઓ અને ક્યારેક સ્ક્રીન પર ચમકતા ચહેરાઓના લોકોને મળ્યો છું. આ ચર્ચાઓમાં, ભારતની સર્જનાત્મકતા, નવીન સંભાવના અને વૈશ્વિક સહયોગના મુદ્દાઓ વારંવાર ઉઠાવવામાં આવતા હતા. લાલ કિલ્લા પરથી, મેં ‘સબકા પ્રયાસ’ વિશે વાત કરી છે. આજે મારો વિશ્વાસ વધુ મજબૂત થયો છે કે આપ સૌના પ્રયાસો આવનારા વર્ષોમાં વેવ્સને નવી ઊંચાઈઓ પર લઈ જશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -