પાલનપુર : પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઇ આલ રૂપિયા 25,000 ની લાંચ લેતા ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઇ ભીખાભાઇ આલ(દેસાઇ)ને રૂપિયા પચીસ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયો હતો…હાલમાં સરકારની અસામાજિક તત્વોના મકાન દબાણમાં કે ગેરકાયદેસર હોય તેવા મકાનોને તોડવાની કાર્યવાહી યથાવત છે..ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઇએ આ પ્રકારની કાર્યવાહીની કોઇ જવાબદારી પોતાના હસ્તક નહીં હોવા છતાં આ કામના ફરિયાદીને તેઓનું મકાન ન તોડવા અંગેનો પોઝિટીવ રિપોર્ટ કરવા માટે રૂપિયા 25,000 ગેરકાયદે લાંચની માંગણી કરી હતી..
જો કે ફરિયાદી આ પૈસા આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ બનાસકાંઠા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી..જે આધારે લાંચનું છટકું ગોઠવીને આરોપીને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યો હતો..
- Advertisement -
- Advertisement -