વડોદરા: ઇન્કમટેક્સ ઓફિસના લાંચિયો સુપ્રિન્ટેન્ડેન્ટ રૂપિયા 500ની લાંચ લેતા ઝડપાયો

વડોદરામાં આવકવેરા ઓફિસમાં ઇન્કમટેક્ષ ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ નીતિશ બસિસ્ટ નારાયણ ભારતીને 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો..આરોપીએ ધંધાદારી પાસે પાનકાર્ડમાં સુધારો કરવા માટે લાંચ માંગી હતી..રૂપિયા એક હજારની લાંચ સામે 500 રૂપિયાની લાંચ લેતા લાંચિયો અધિકારી ઝડપાઇ ગયો હતો..એસીબીએ સમગ્ર મામલે ઇન્કમટેક્સ ઓફિસનાં લાંચિયા સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી…
ફરીયાદીને નવો ધંધો શરૂ કરવા પોતાના આધાર કાર્ડમાં જે નામ સરનામું હતું તે મુજબ પાન કાર્ડમાં સુધારો કરવાનો હતો.. તેમજ પાનકાર્ડમાં રેસિડન્સિયલ સ્ટેટસ સુધારો કરવાનો હતો.. જેથી આ કામના આરોપીએ તા. 25/04/2025 ના રોજ રૂબરુમાં લેખિત અરજી આપેલી હતી.. જેમાં આરોપીએ ફરીયાદીને પાનકાર્ડનું સ્ટેટસ ચેક કરવા માટે યેનકેન પ્રકારે બહાના બતાવી ડોકયુમેન્ટ મંગાવ્યા હતા.. ત્યારબાદ ફરીયાદીને ફોન કરીને રૂપિયા 1000ની લાંચની માંગણી કરી હતી..જો કે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હતા..જેથી તેઓએ એ.સી.બી. ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ કરી હતી..ત્યારબાદ લાંચના છટકાનું આયોજન કરીને આરોપીને ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો…
- Advertisement -
- Advertisement -