31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

નડિયાદ : સિંચાઇ વિભાગનો નાયબ ચીટનીસ ગટર કામ માટે રૂ.4,050 લાંચ લેતા ઝડપાયો


નડિયાદના અલીન્દ્રા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગટર કામ સંદર્ભે રૂપિયા 4,050 ની લાંચ લેતા ખેડા-નડીયાદના નાયબ ચિટનીશ મિતુલકુમાર અંબાલાલ કાછીયાની ACBએ ઝડપી પાડયો હતો..આ કેસની વિગત મુજબ ફરીયાદીએ સરકારની 15 મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ અલીન્દ્દા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગટર લાઇનનું કામ પુર્ણ કર્યું હતું,

જે કામના ફસ્ટ એન્ડ ફાઇનલ બીલની રકમ રૂપિયા 2,70,000 થઈ હતી.. આ બિલમાં ખેડા જિલ્લા પંચાયત કચેરી નડીયાદના સક્ષમ અધિકારી એક્ઝિકયુટીવ એન્જિનિયર,ઇરીગેશન ડિવિઝન, ખેડા જિલ્લા પંચાયત નડીયાદ નાઓની કાઉન્ટર સહી મેળવવી જરૂરી હોવાથી નાયબ ચીટનીશ મિતુલકુમાર કાછીયાએ કાઉન્ટર સહિ કરાવી આપી હતી.

આ સહી કરી આપવાના બદલામાં સક્ષમ અધિકારી એક્ઝિકયુટીવ એન્જિનિયર ,ઇરીગેશન ડિવિઝન, ખેડા જિલ્લા પંચાયત નડીયાદ નાઓના નામથી આ કામના આરોપીએ ફરીયાદી પાસે તેઓએ કરેલા ગટરના કામના ફસ્ટ એન્ડ ફાઇનલ બીલની રકમ રૂપિયા 2,70,000 ના દોઢ ટકા લેખે ફરીયાદી પાસે લાંચની માંગણી કરી હતી.

લાંચના નાણા આ કામના ફરીયાદી આરોપી મિતુલ કાછીયાને આપવા માંગતા ન હોવાથી ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ખેડા જિલ્લા પંચાયત કચેરી સિંચાઇ શાખા ખાતે ગોઠવેલા લાંચના છટકામાં લાંચ લેતા મિતુલ કાછીયા ઝડપાઈ ગયો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -