31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

જમ્મુ કાશ્મીર : પહેલગામમાં આતંકવાદી હુમલો…27 લોકોએ જીવ ગુમાવ્યો..અમિત શાહ શ્રીનગર જવા રવાના થયા..નામ પુછીને મારી ગોળી


જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 27 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. માર્યા ગયેલાઓમાં બે વિદેશીઓ પણ સામેલ છે. એક વ્યક્તિ ઇઝરાયલનો છે..જયારે બીજો ઇટાલીનો છે. તેઓ ખીણની મુલાકાત લેવા આવ્યા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના પુરુષો છે…મંગળવારે બપોરે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર મોટો હુમલો કર્યો હતો…આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ પૂછ્યા અને પછી તેમના પર ગોળીબાર કર્યો હતો…અનંતનાગ જિલ્લાના બૈસરન ખીણના ઉપરના વિસ્તારોમાં પ્રવાસીઓ ફરતા હતા… ત્યારે અચાનક તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો… PM નરેન્દ્ર મોદી હાલમાં સાઉદી અરેબિયામાં છે. PM મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહને ફોન કર્યો હતો.. અને તાત્કાલિક પહેલગામ જવા નિર્દેશ આપ્યો હતો..

ગૃહમંત્રી દિલ્હીથી પહેલગામ જવા રવાના થઈ ગયા છે. આ પહેલા અમિત શાહે આઈબી ચીફ, જમ્મુ અને કાશ્મીરના ડીજી અને સેના અને સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપલબ્ધ હતા. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ આ ઘટના અંગે ખૂબ જ ગંભીર છે. તેઓ પણ તરત જ પહેલગામ જવા રવાના થઈ ગયાછે.,,ગુપ્તચર સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ પ્રવાસીઓના એક મોટા જૂથને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. ગુનો કર્યા પછી, બધા આતંકવાદીઓ ભાગી ગયા હતા.. પ્રવાસીઓને આયોજનબદ્ધ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉનાળાની ઋતુ દરમિયાન ખીણમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. પ્રવાસીઓને નિશાન બનાવીને, આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓના પ્રવેશને રોકવા માંગે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -