26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

23 ફૂટ લાંબો અજગર મહિલાને જીવતી ગળી ગયો…જાણો પછી શું થયું ?


ઇન્ડોનેશિયામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે.. જે જાણીને તમે પણ દંગ રહી જશો. ઇન્ડોનેશિયામાં 23 ફૂટ લાંબા એક વિશાળ અજગર એક મહિલાને જીવતી ગળી ગયો હતો.. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં એક 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.. જેનું માથું 23 ફૂટ લાંબા અજગરના મોંમાં ફસાયેલું હતું.

એક અહેવાલ મુજબ 55 વર્ષીય દાદી બાગકામ કરતી વખતે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા..પરિવારના સભ્યો મહિલા વિશે ચિંતિત થયા બાદ ગ્રામજનો સાથે મળીને શોધ શરૂ કરી હતી.. શોધખોળ દરમિયાન ચપ્પલ અને કેટલાક ખેતીના સાધનો મળી આવ્યા હતા.ત્યારબાદ ગામલોકોએ એક ખૂબ જ ફૂલેલો અજગર જોયો હતો.. જે હલનચલન કરવામાં અસમર્થ હતો. ગામલોકોને શંકા ગઈ હતી..જ્યારે તેમણે અજગરને મારી નાખ્યો અને તેનું પેટ કાપી નાખ્યું ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા..23 ફૂટ લાંબા અજગરના મોઢામાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

નિષ્ણાતો માને છે કે આ અજગર પહેલા અચાનક હુમલો કરે છે.. પછી તેના શક્તિશાળી શરીરથી તેનું ગળું દબાવી દે છે.. અને પછી તેને ગળી જાય છે. ઇન્ડોનેશિયામાં આવી ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે. દેશના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં અજગર મોટી સંખ્યામાં જોવા મળે છે.. ક્યારેક માણસોનો શિકાર પણ કરે છે.. પરંતુ 23 ફૂટ લાંબો અજગર એક મહિલાને જીવતી ગળી જાય છે તે ખૂબ જ દુર્લભ અને ભયાનક ઘટના છે.

સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. આ ઘટના બાદ ગામના લોકોમાં ગભરાટનો માહોલ છે. સમાચાર સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ દુ:ખદ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. વર્ષ ઓક્ટોબર 2022 માં પણ વા સિટીમાં બીજી એક મહિલાએ પણ આવી રીતે દર્દનાક મોતનો સામનો કરવો પડ્યો હતો.. 54 વર્ષીય ઝહારા બગીચામાં કામ કર્યા ઘરે પાછા ફર્યા ન હતો..જયારે બીજા દિવસે તેના પતિને ખબર પડી કે 22 ફૂટ લાંબા અજગર તેને આખી ગળી ગયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -