27 C
Ahmedabad
Saturday, April 18, 2026

ગીર સોમનાથ : સિનિયર સર્વેયર રાવત સિસોદીયાને એસીબીએ રૂપિયા 1,00,000ની લાંચ લેતા ઝપ્યો


ગીર સોમનાથના ઈણાજની એસ.એલ.આર. કચેરીમાં સિનીયર સર્વેયર તરીકે ફરજ બજાવતા રાવતભાઈ સિસોદીયાને એસીબીએ રૂપિયા ૧ લાખની લાંચ લેતા ઝડપી પાડયા હતા..ઈણાજની એસ.એલ.આર કચેરીમાં ફરિયાદીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપી હતી.. તે અરજીને મંજૂર કરાવવા માટે આરોપી સિનીયર સર્વેયરે અરજદાર પાસેથી રૂપિયા 1,50,000ની લાંચની માગણી કરી હતી.

જો કે આ બાબતે રકઝકના અંતે આરોપી અધિકારી રાવત સિસોદિયાએ 1,30,000 રૂપિયામાં કામ કરી આપવાનું નક્કી કર્યું હતું. તે પૈકીના 1 લાખ રૂપિયા ફરિયાદી પાસે મગાવવામાં આવ્યા હતા.જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી ગીર સોમનાથ એસીબીનો સંપર્ક કર્યો હતો..ત્યારબાદ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ..આ દરમિયાન એસીબીએ લાંચિયા આરોપી રાવત સિસોદિયાને સ્થળ પર લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -