કડી : નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયો

કડીમાં મહેસૂલી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ રૂપિયા દસ હજારની લાંચ લેતા ઝડપાયો હતો..ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા મહેસાણા એસીબીએ ટ્રેપ ગોઠવી હતી..જેમાં મહેસૂલી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ અને પ્રિન્સ મનોજકુમાર ભાવસાર-કોમ્પ્યુટર ઓપરેટર આઉટસોસ્ર રૂપિયા 10,000 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા..
કડી નાયબ મામલતદારની કચેરીમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી…જમીનની નોંધો પડાવવા,,નોંધની નકલો મેળવવા,,નવી-જૂની શરતોમાં ફેરફાર કરવા લાંચિયા નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા લેતા ઝડપાઇ ગયા હતા.જમીનની કાચી પડેલી નોંધ પરથી પાકી નોંધ પડાવવા માટે રૂપિયા 20,000 ની લાંચની માંગણી કરી હતી..
- Advertisement -
- Advertisement -