આર્થિક સંકટનો સામનો કરી રહેલા આયર્ન મેન 2 ના વિલન મિકી રૂર્કે કહ્યું – મારા પર કરોડોનું દેવું છે

હોલીવુડ ફિલ્મ ‘આયર્ન મેન 2’ માં ખલનાયકની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા મિકી રૂર્ક હાલમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં તેમણે એક વાતચીતમાં ખુલાસો કર્યો કે,, તેઓ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છે…તેમને કોઈ ફિલ્મોની ઓફર થઈ રહી નથી.પોતાનું દુઃખ શેર કરતી વખતે અભિનેતાએ કહ્યું કે,, તેમને લાગે છે કે તેમની અભિનય કારકિર્દી પણ બરબાદ થઈ ગઈ છે. મિકી રૂર્કને 2008માં ફિલ્મ ‘ધ રેસલર’ માટે ઓસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
હોલીવુડ સ્ટાર મિકી રૂર્ક હાલમાં રિયાલિટી શો ‘બિગ બ્રધર’માં જોવા મળ્યા હતા..આ દરમિયાન તેમણે જણાવ્યું કે,, છેલ્લા ઘણા વર્ષોથી તેઓ નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યા છે.કોવિડ રોગચાળો અને પછી સાત મહિનાની કલાકારોની હડતાળ બાદ તેમની પાસે બિલ ચૂકવવા માટે પણ પૈસા નહોતા. આવી સ્થિતિમાં તેમણે બેંક પાસેથી $500,000 એટલે કે લગભગ 4.30 કરોડ રૂપિયાની લોન લીધી હતી.ત્યારબાદ જ્યારે તેને ક્યાંયથી કામ ન મળ્યું ત્યારે તેને ‘બિગ બ્રધર’ શોમાં ભાગ લેવો પડ્યો હતો… નહિંતર, તેની પાસે ફક્ત એક ખરાબ ફિલ્મની ઓફર બાકી હતી.
મિકીએ આગળ કહ્યું- મારી કારકિર્દી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. હવે મને એ-લિસ્ટ ફિલ્મોમાં કામ નથી મળી રહ્યું. હું આ માટે મારી જાતને પણ જવાબદાર માનું છું. મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે.. જેના કારણે મારું પોતાનું વહાણ ડૂબી ગયું છે. આ માટે મારા સિવાય બીજું કોઈ દોષિત નથી. અભિનેતાએ કહ્યું- મને બીજી તક મળવાની આશા છે. હું ઇચ્છું છું કે દિગ્દર્શકો મને મારા જૂના નામ કે છબીથી નહીં.. પણ આજે હું જે છું તે રીતે જુએ.
- Advertisement -
- Advertisement -