38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદવાની મંજૂરી…


ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. આ સોદો રૂપિયા 63,000 કરોડથી વધુનો હશે..જેને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ ડીલ હેઠળ ભારતીય નૌકાદળને 22  સિંગલ-સીટર અને 4 બે-સીટર વિમાન મળશે.જેમાં ઓફસેટ જવાબદારીઓ હેઠળ કાફલાની જાળવણી, લોજિસ્ટિક્સ સપોર્ટ, કર્મચારીઓની તાલીમ અને સ્વદેશી ઉત્પાદન ઘટકો માટે એક વ્યાપક પેકેજનો પણ સમાવેશ થાય છે.

સોદા પર હસ્તાક્ષર થયાના લગભગ પાંચ વર્ષ પછી રાફેલ મરીન જેટની ડિલિવરી શરૂ થવાની ધારણા છે. આ ફાઇટર જેટ ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે…નૌકાદળના હાલના MiG-29K કાફલાને પૂરક બનાવશે. ભારતીય વાયુસેના (IAF) પહેલાથી જ અંબાલા અને હાશીમારા સ્થિત તેના બેઝ પર 36 રાફેલ જેટનું સંચાલન કરે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -