31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બ્રહ્માકુમારીના દાદી રતનમોહિનીનું 101 વર્ષની વયે નિધન, રાષ્ટ્રપતિ,PM મોદી સહિત અનેક પ્રખ્યાત હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો


બ્રહ્માકુમારીના વડા  દાદી રતનમોહિનીનું 101 વર્ષની વયે નિધન થયું હતુ..સોમવારે રાત્રે તેઓએ 1:20  વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.. તે ઘણા સમયથી બીમાર હતા..અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

મંગળવારે સવારે રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારીઓના મુખ્ય મથક શાંતિવન ખાતે તેમના પાર્થિવ શરીરને રાખવામાં આવ્યું હતું.. જ્યાં લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે છે. તેમના અંતિમ સંસ્કાર 10 એપ્રિલે સવારે 10 વાગ્યે કરવામાં આવશે.બ્રહ્માકુમારીસના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પરથી એક પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ફેસબુક પર લખ્યું છે – ‘રાજયોગિની દાદી રતન મોહિની જેવી આપણી સૌથી આદરણીય, પ્રેમાળ માતા, અથાક આધ્યાત્મિક સેવાના જીવન બાદ 101 વર્ષની ઉંમરે ધીમે ધીમે સૂક્ષ્મ દુનિયામાં પ્રવેશ કર્યો છે.’ તેમની દૈવી હાજરી અને શુદ્ધ સ્પંદનો આધ્યાત્મિક માર્ગને પ્રકાશિત કરતા રહેશે.. લાખો લોકોને માર્ગદર્શન આપતા રહેશે. તેમનો પ્રેમ, સાદગી અને ઉચ્ચ દ્રષ્ટિનો વારસો હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે. દાદીજી 2021 થી બ્રહ્માકુમારીઝના વહીવટી વડા હતા.

તેમનો જન્મ 25 માર્ચ 1925ના રોજ સિંધના હૈદરાબાદના એક સરળ પરિવારમાં થયો હતો. તેના માતાપિતાએ તેનું નામ લક્ષ્મી રાખ્યું હતું.. પરંતુ તે સમયે કોઈએ વિચાર્યું ન હતું કે આવતીકાલે આ જ પુત્રી આધ્યાત્મિકતા અને સ્ત્રી શક્તિનો ચમકતો તારો બનશે અને આખા વિશ્વને રોશન કરશે.બાળપણથી જ આધ્યાત્મિકતા પ્રત્યેના જુસ્સા અને ભગવાનને પ્રાપ્ત કરવાની ઇચ્છા સાથે, માત્ર 13 વર્ષની ઉંમરે, લક્ષ્મીએ વિશ્વ શાંતિ અને મહિલા સશક્તિકરણ માટેના આંદોલનમાં પોતાને સમર્પિત કરી દીધા હતા… તેણી 13 વર્ષની ઉંમરે બ્રહ્માકુમારીઓમાં જોડાઈને પોતાનું આખું જીવન સમાજ કલ્યાણ માટે સમર્પિત કરી દીધું હતુ.. 101 વર્ષની ઉંમરે પણ દાદીમાનો દિનચર્યા વહેલી સવારે 3.30 વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં શરૂ થતો હતો. સૌ પ્રથમ તે ભગવાનનું ધ્યાન કરતા હતા. રાજયોગ ધ્યાન પણ તેમની દિનચર્યામાં સામેલ હતુ..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -