23 C
Ahmedabad
Thursday, March 5, 2026

ધોની હજુ પણ મજબૂત છે…’, CSK કોચ ફ્લેમિંગે માહીને આપ્યું સમર્થન, નિવૃત્તિની અટકળોને નકારી..


IPL 2025માં શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સનો સતત ત્રીજો પરાજય થયો હતો.. દિલ્હી કેપિટલ્સે CSKને 25 રનથી હરાવ્યું હતુ.,,જો કે આ મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોનીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ 43 વર્ષીય બેટ્સમેન તમામ ટીકાઓ બાદ દિલ્હી સામે 11મી ઓવરમાં સાતમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. ત્યારે ચેન્નાઈએ 74 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.. તેને જીતવા માટે 56 બોલમાં 110 રનની જરૂર હતી. જોકે, માહી 26 બોલમાં 30 રન બનાવી શક્યો હતો અને અણનમ રહ્યો હતો.. પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. આ પછી પણ તેની ટીકા થઈ રહી છે.

જોકે, CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીનો બચાવ કર્યો છે… અને સમર્થન કર્યું છે. ફ્લેમિંગે કહ્યું કે,, ધોની હજુ પણ IPLમાં જોરદાર રીતે રમી રહ્યો છે..તેને પૂર્વ કેપ્ટનની સફર ખતમ કરવાની ભૂમિકા આપવામાં આવી નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સની દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન શનિવારે ચેપોક સ્ટેડિયમમાં ધોનીના માતા-પિતા (પાન સિંહ અને દેવકી દેવી)ની હાજરીએ તેની નિવૃત્તિ અંગેની અટકળોને વેગ આપ્યો હતો. જોકે, ફ્લેમિંગે આ વાતને પણ નકારી કાઢી હતી.

તેણે કહ્યું, ‘ના, તેમની યાત્રા સમાપ્ત કરવાનું મારું કામ નથી. મને કંઈ ખબર નથી. મને તેની સાથે કામ કરવાની મજા આવે છે. તે હજુ પણ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે. આ દિવસોમાં હું પૂછતો પણ નથી. આ વિશે ફક્ત તમે લોકો જ પૂછો.

આ પહેલા ધોનીને નવમા નંબર પર મોકલવાના નિર્ણયની આકરી ટીકા થઈ હતી…પરંતુ શનિવારે આ અનુભવી ક્રિકેટર સાતમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. જો કે, તે તેની લય શોધવામાં નિષ્ફળ ગયો અને ટીમને તેની સતત ત્રીજી હારમાંથી બચાવવામાં નિષ્ફળ રહ્યો. ફ્લેમિંગે ધોનીનો બચાવ કરતા કહ્યું કે તે સમયે બેટિંગ કરવી ખરેખર મુશ્કેલ હતી. તેણે કહ્યું, ‘ધોનીએ જુસ્સો બતાવ્યો. જ્યારે તે ક્રિઝ પર પહોંચ્યો ત્યારે મને લાગે છે કે બોલ થોડો સ્ટોપ સાથે આવી રહ્યો હતો. અમે સમજી ગયા કે પહેલા હાફમાં તે સારું રહેશે અને પછી તે ધીમું થઈ જશે. માહીએ સંજોગોને ધ્યાનમાં રાખીને ખરેખર સારું પ્રદર્શન કર્યું. વિજય શંકરે તેની ઇનિંગ દરમિયાન યોગ્ય સમય મેળવવા માટે સંઘર્ષ કર્યો… પરંતુ 12 થી 16 ઓવરનો તે સમયગાળો દરેક માટે મુશ્કેલ હતો. ત્યાં રમવું ચોક્કસપણે અઘરું હતું. એટલા માટે પ્રયાસ કરવા છતાં મેચ અમારા હાથમાંથી સરકી રહી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -