38 C
Ahmedabad
Thursday, April 23, 2026

દાહોદ: પીપોદરા ગામની પ્રાથમિક શાળાનો આચાર્ય લાંચ લેતા ઝડપાયો


અરવલ્લી એસીબી દ્વારા લાંચ લેતા શખ્સો પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે..ત્યારે હવે આચાર્ય લાંચ લેતા ઝડપાઇ જતા શિક્ષક આલમમાં સોંપો પડી ગયો છે…

ફરિયાદીનું ફોરવ્હીલ વાહન પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને લાવવા મુકવા માટે ભાડે આપ્યું હતું. તેમના વાહનનું ભાડું રૂપિયા 28590 તા.30/03/2025 ના રોજ બેંક ખાતામા જમા થયું હતું.જેથી ગોપાલભાઇ વસ્તાભાઇ ચમારે (આચાર્ય) તેમની પાસેથી કમિશનના નામે લાંચ પેટે રૂપિયા 14000 ની માંગણી કરી હતી.

જો કે, તેઓ આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી બે રાજ્ય સેવક પંચોની હાજરીમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી પીપોદરા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળાની ઓફિસ રૂમમાં હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા રૂપિયા 14,000લાંચ લેતા રેંગહાથ ઝડપાઇ ગયા હતા…સ્કૂલમાં આચાર્ય જ લાંચ લેતા શિક્ષકોમાં સોંપો પડી ગયો હતો…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -