ત્રીજા વિશ્વયુદ્ધ વિશે ‘લિવિંગ નોસ્ટ્રાડેમસ’એ કહી આ વાત.. આ દેશની વધી ચિંતા.. નાની ઘટનાઓ દ્વારા મોટા યુદ્ધો શરૂ થઈ શકે છે.

‘લિવિંગ નોસ્ટ્રાડેમસ’ તરીકે ઓળખાતા મનોવૈજ્ઞાનિક એથોસ સાલોમે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા અંગે ડરામણી ચેતવણી આપી છે. રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય બ્રાઝિલિયન પ્રોફેટનું માનવું છે કે વિશ્વ એક મોટા યુદ્ધની નજીક છે. તેમનું કહેવું છે કે,,, તોડફોડ અને હાઇબ્રીડ યુદ્ધને કારણે આ સંઘર્ષ ફાટી શકે છે.
એથોસ સલોમે દાવો કર્યો છે કે,, તેણે કોવિડ-19 રોગચાળો, રાણી એલિઝાબેથ II નું મૃત્યુ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવી મોટી ઘટનાઓની આગાહી કરી હતી. હવે તે કહે છે કે તાજેતરની વૈશ્વિક ઘટનાઓ ખતરનાક રાજકીય પરિસ્થિતિ તરફ ઈશારો કરી રહી છે. તેમના મતે વિશ્વ એક મોટા સંકટ તરફ આગળ વધી રહ્યું છે..તેમણે દરેકને તેના સંકેતો પર ધ્યાન આપવાની અપીલ કરી છે.
એથોસ સાલોમ માને છે કે,, ઘણી બધી અલગ-અલગ ઘટનાઓ વાસ્તવમાં મોટી વ્યૂહાત્મક પેટર્નનો ભાગ છે. તેમણે જાન્યુઆરીમાં લાતવિયા અને સ્વીડન વચ્ચે પાણીની અંદરના ફાઈબર ઓપ્ટિક કેબલને થયેલા નુકસાનનું ઉદાહરણ ટાંક્યું હતું. આ ઘટના બાદ સ્વીડનના અધિકારીઓએ તેને તોડફોડ ગણાવી અને તપાસ શરૂ કરી હતી..
સાલોમે ડિસેમ્બરમાં બનેલી બીજી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો… જ્યારે ફિનિશ પોલીસે રશિયન ઓઈલ ટેન્કરને જપ્ત કર્યું હતું. ટેન્કરને એસ્ટલિંક 2 પાવર લાઇન અને ફિનલેન્ડ અને એસ્ટોનિયાને જોડતી અનેક ટેલિકોમ્યુનિકેશન કેબલ્સને નુકસાન પહોંચાડવાની શંકા હતી. તેમના મતે આ ઘટનાઓ એકસાથે ગંભીર વૈશ્વિક ખતરા તરફ ઈશારો કરે છે.
એથોસ સલોમે કહે છે કે,, બાલ્ટિક સમુદ્રમાં એક અદ્રશ્ય યુદ્ધ ચાલી રહ્યું છે. તેમણે 2023 માં કેબલ નેટવર્ક નિષ્ફળતાનો ઉલ્લેખ કર્યો હતો.. જેણે ફિનલેન્ડમાં સંચાર સેવાઓને ગંભીર અસર કરી હતી.. તેમનું માનવું છે કે,, આ સતત હુમલાઓને કારણે નાટોને આ વિસ્તારમાં સુરક્ષા વધારવી પડી છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયનને પણ જટિલ માળખાકીય સુવિધાઓની સુરક્ષા માટે કટોકટીના પગલાં લેવાની ફરજ પડી છે.
એથોસ સલોમે ચેતવણી આપી હતી કે,, આ હુમલાઓ અને વિક્ષેપો ખૂબ ગંભીર જોખમો પેદા કરી શકે છે. તેમણે કહ્યું કે,, સબમરીન કેબલ આધુનિક સંચારનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જો આનો નાશ થાય છે.. તો ડિજિટલ બ્લેકઆઉટ થઈ શકે છે… જે લશ્કરી ક્ષમતાઓને નબળી બનાવી શકે…વિશ્વમાં આર્થિક અસ્થિરતા તરફ દોરી શકે છે.
તેમણે ઈતિહાસમાંથી શીખવાની વાત કરી અને વર્તમાન તણાવની તુલના પાછલા વિશ્વ યુદ્ધો તરફ દોરી ગયેલી ઘટનાઓ સાથે કરી. “પ્રથમ વિશ્વયુદ્ધ આર્કડ્યુકની હત્યાથી શરૂ થયું હતું.. જ્યારે બીજું વિશ્વ યુદ્ધ પોલેન્ડ પરના આક્રમણથી ભડક્યું હતું. ઈતિહાસએ આપણને પહેલેથી જ બતાવ્યું છે કે નાની ઘટનાઓ દ્વારા મોટા યુદ્ધો શરૂ થઈ શકે છે,” સલોમેએ કહ્યું.
એથોસ સાલોમે પણ દક્ષિણ ચીન સાગરમાં તણાવ વધવાની આગાહી કરી છે. તેમનું માનવું છે કે ચીન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ ભવિષ્યમાં વધુ વધી શકે છે. “અમે હવે હાઇબ્રીડ યુદ્ધના યુગમાં છીએ,” તેમણે ચેતવણી આપી, “જ્યાં ઈન્ટરનેટ કેબલનો નાશ કરવો એ લશ્કરી હુમલા જેટલું જોખમી હોઈ શકે છે.”
- Advertisement -
- Advertisement -