26.6 C
Ahmedabad
Thursday, March 5, 2026

રિયાન પરાગે કરી મોટી ભૂલ, BCCIએ લગાવ્યો રૂ.12 લાખનો દંડ


રાજસ્થાન રોયલ્સના સ્ટેન્ડ-ઇન કેપ્ટન રિયાન પરાગને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની તેની ટીમની છ રનની જીત દરમિયાન ધીમી ઓવર રેટ જાળવવા બદલ રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ સામે ધીમી ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરાગની કપ્તાની હેઠળ રાજસ્થાને રવિવારે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ઘરઆંગણાના દર્શકોની સામે સિઝનની તેની પ્રથમ જીત નોંધાવી હતી.

“આઇપીએલ આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ સીઝનનો આ તેની ટીમનો પ્રથમ ગુનો હતો, જે ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સાથે સંબંધિત છે, તેથી પરાગને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો,” IPLએ એક રિલીઝમાં જણાવ્યું હતું. છેલ્લી સીઝન સુધી, ધીમી ઓવર-રેટ માટે પ્રતિબંધની જોગવાઈ પણ હતી. જોકે, બીસીસીઆઈએ હવે સસ્પેન્શનનો નિયમ હટાવી દીધો છે અને તે માત્ર દંડની કાર્યવાહી કરશે. આ સિઝનની શરૂઆત પહેલા IPL ગવર્નિંગ કાઉન્સિલે કેપ્ટનો સાથે બેઠક કરી હતી… અને પ્રતિબંધનો નિયમ હટાવવાનો નિર્ણય લીધો હતો. મીટિંગમાં એ વાત પર સહમતિ સધાઈ હતી કે,, ધીમી ઓવર રેટ માટે કેપ્ટનને ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવશે.. અને દંડ ફટકારવામાં આવશે. માત્ર ગંભીર કેસોમાં જ નિયંત્રણો લાદવામાં આવશે.

કેપ્ટનને ડીમેરિટ પોઈન્ટ્સ સાથે દંડ કરવામાં આવશે…પરંતુ ધીમા ઓવર-રેટ માટે મેચ પ્રતિબંધનો સામનો કરવો પડશે નહીં, ક્રિકબઝ અહેવાલ આપે છે. લેવલ 1 ના ગુનામાં મેચ ફીના 25 થી 75 ટકા ડિમેરિટ પોઈન્ટ્સ સાથે કાપવામાં આવશે… જેની ગણતરી આગામી ત્રણ વર્ષ માટે કરવામાં આવશે. લેવલ 2 નો ગુનો, જો ખરેખર ગંભીર ગણવામાં આવે, તો ચાર ડિમેરિટ પોઈન્ટ્સ મળશે. તે વધુમાં જણાવે છે કે, દરેક 4 ડીમેરિટ પોઈન્ટ માટે, મેચ રેફરી 100 ટકા દંડ અથવા વધારાના ડીમેરિટ પોઈન્ટ લાદી શકે છે. આ ડિમેરિટ પોઈન્ટ્સ ભવિષ્યમાં મેચ પ્રતિબંધમાં પરિણમી શકે છે.. પરંતુ ધીમા ઓવર-રેટ માટે મેચ પ્રતિબંધ (તાત્કાલિક) તરફ દોરી જશે નહીં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -