30.5 C
Ahmedabad
Thursday, March 5, 2026

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પુનિયા અને ઉદિતને સિલ્વર, દિનેશને બ્રોન્ઝ મળ્યો…


ભારતીય કુસ્તીબાજ દીપક પુનિયાએ એશિયન ચેમ્પિયનશિપમાં ત્રીજી વખત સિલ્વર મેડલ જીત્યો.. જ્યારે ઉદિતને સતત બીજી વખત બીજા સ્થાનથી સંતોષ માંડવો પડયો હતો..

પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયેલા પુનિયાએ 92 કિગ્રા વર્ગમાં બેકજાત રાખીમોવ સામેની મુશ્કેલ મેચમાં જીત સાથે પુનરાગમન કર્યું હતું..પુનિયાને તેના કિર્ગિઝસ્તાનના પ્રતિસ્પર્ધી તરફથી સખત લડાઈનો સામનો કરવો પડ્યો હતો.. પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં 12-7થી જીત નોંધાવવામાં સફળ રહ્યો હતો.

પુનિયાને જાપાનના તાકાશી ઇશિગુરો તરફથી સખત પડકારનો સામનો કરવાની અપેક્ષા હતી..પરંતુ ભારતીય કુસ્તીબાજે તેને 8-1થી સરળતાથી હરાવ્યો હતો. ગોલ્ડ મેડલ મેચમાં વિશ્વના નંબર વન ખેલાડી ઈરાનના અમીરહોસેન બી. ફિરોઝપોરબંદપેઈએ તેને ટેકનિકલ શ્રેષ્ઠતા દ્વારા હરાવ્યો હતો.

પુનિયાએ એશિયન ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીત્યા છે. તે 2021માં અલ્માટી અને 2022માં ઉલાનબાતરમાં ફાઇનલમાં હારી ગયો હતો.. જ્યારે 2019 અને 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ઉદિતે 61 કિગ્રામાં કિર્ગિસ્તાનના બેકબોલોટ મિરજાનઝાર ઉલુને 9-6થી હરાવ્યા બાદ ચીનના વાનહાઓ ઝોઉને પણ 2-0થી હરાવ્યો હતો. તેણે ગયા વર્ષે સિલ્વર મેડલ જીત્યો હતો.

ગોલ્ડ મેડલ મેચમાં તેને વિશ્વના નંબર વન રેસલર ટાકારા સુદાએ 6-4 થી પરાજય આપ્યો હતો.

ભારતના મુકુલ દહિયાએ પણ બે જીત સાથે સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સિંગાપોરના વેંગ લુએન ગેરી ચાઉને ટેકનિકલ પ્રાવીણ્યના આધારે એકપણ પોઈન્ટ ગુમાવ્યા વિના હરાવ્યા બાદ દહિયાએ વિશ્વના બીજા નંબરના કિર્ગિસ્તાનના મુહમ્મદ અબ્દુલ્લાએવને 3-1થી હરાવ્યો હતો.

જોકે સેમિફાઇનલમાં દહિયાને વિશ્વના ત્રીજા નંબરના ઈરાનના અબુલફઝલ વાય રહેમાની ફિરોઝાઈ સામે ટેકનિકલ પ્રાવીણ્યના આધારે હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રોન્ઝ મેડલની પ્લેઓફ મેચમાં તેને જાપાનના તાત્સુયા શિરાઈએ 4થી હરાવ્યો હતો. 2થી પરાજય થયો હતો.

દિનેશ હેવીવેઇટ 125 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં પણ પહોંચ્યો હતો. ભારતીય કુસ્તીબાજએ ક્વાર્ટર ફાઇનલમાં ટેકનિકલ પ્રાવીણ્યના આધારે ચીનના બુહિર્દુનને હરાવ્યો હતો..પરંતુ સેમિફાઇનલમાં મંગોલિયાના લાખાગવેગેરેલ મુન્ખ્તુર સામે 1-5થી હારી ગયો હતો. બ્રોન્ઝ મેડલ પ્લેઓફ મેચમાં દિનેશે તુર્કમેનિસ્તાનના સપારોવ ઝેડને 14-12થી હરાવ્યો હતો

જોકે, જયદીપ અહલાવત (74 કિગ્રા)ને તેની શરૂઆતની મેચમાં જાપાનના હિકારુ ટાકાતા સામે 5-10થી હારનો સામનો કરવો પડ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -