28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના મળ્યા હંગામી જામીન


આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના મળ્યા હંગામી જામીન
દુષ્કર્મ કેસ મામલે આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાઈ હતી…આસારામે છ મહિનાના કાયમી જામીન માગ્યા હતા.

આસારામના વચગાળાના જામીન 31 માર્ચે પૂરા થઈ રહ્યા છે…જેને મેડિકલ ગ્રાઉન્ડ પર લેવામાં આવ્યા હતાં. જામીનને આગળ વધારવા કે નહીં તેના પર ગુજરાત હાઈકોર્ટના બે જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. એક જજે ત્રણ મહિના માટે જામીન આપવા મંતવ્ય આપ્યું હતું. જ્યારે બીજા જજનો નિર્ણય અલગ હતો. જેથી ખંડિત ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ચીફ જસ્ટિસ બીરેન વૈષ્ણવ સમક્ષ આસારામના વકીલે રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટના જજ એ.એસ.સુપેહિયાને આસારામની જામીન અરજી રિફર કરાઈ હતી. બપોર બાદ તેના પર જજ સુપેહિયાની કોર્ટમાં સુનાવણી થઈ હતી. જજ ઇલેશ વોરા ત્રણ મહિનાના જામીન આપવાના સમર્થનમાં હતા, જ્યારે જજ સંદીપ ભટ્ટ વિરોધમાં હતા.

ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર દુષ્કર્મના કેસ મામલે 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આસારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા હતા. જેમાં કોર્ટે પોતાના અનુયાયીઓને ન મળવાની આસારામને સૂચના આપી હતી. ત્યારબાદ 14 જાન્યુઆરીએ જોધપુર દુષ્કર્મ કેસ મામલે રાજસ્થાન હાઇકોર્ટે આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -