35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 20 ટકા ડ્યુટી પાછી ખેંચી, આદેશ 1 એપ્રિલથી અમલમાં આવશે


કેન્દ્ર સરકારે શનિવારે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી 20 ટકા ડ્યુટી દૂર કરવાનો નિર્ણય લીધો. આ ફી સપ્ટેમ્બર 2024 માં લાદવામાં આવી હતી. આ નિર્ણય 1 એપ્રિલ,2025થી અમલમાં આવશે. ગ્રાહક બાબતોના વિભાગની વિનંતી પર, મહેસૂલ વિભાગે આ સંદર્ભમાં એક સૂચના બહાર પાડી છે.

સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સરકારે 8 ડિસેમ્બર, 2023 થી 3 મે, 2024 સુધી લગભગ 5 મહિના માટે નિકાસ નિયંત્રણો લાદ્યા હતા. આ સમયગાળા દરમિયાન, નિકાસ ડ્યુટી, લઘુત્તમ નિકાસ ભાવ અને નિકાસ પ્રતિબંધ જેવી નીતિઓ લાગુ કરવામાં આવી હતી.

આ પ્રતિબંધો છતાં, 2023-24માં કુલ 17.17 લાખ ટન ડુંગળી અને 2024-25માં (18 માર્ચ સુધી) 11.65 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2024માં નિકાસનો જથ્થો 0.72લાખ ટન હતો, જે જાન્યુઆરી 2025 સુધીમાં વધીને 1.85 લાખ ટન થયો.

સરકારે કહ્યું કે , “આ નિર્ણય ખેડૂતોને પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરવા અને ગ્રાહકો માટે ડુંગળી સુલભ રાખવા વચ્ચે સંતુલન જાળવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રવિ પાકની સારી આવકને કારણે મંડી અને છૂટક ભાવમાં ઘટાડો થયો છે. જોકે હાલના મંડી ભાવ પાછલા વર્ષોના સમાન સમયગાળાના સ્તર કરતા વધારે છે, તેમ છતાં, અખિલ ભારતીય ભારિત સરેરાશ મોડલ ભાવમાં 39ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેવી જ રીતે, છેલ્લા એક મહિનામાં અખિલ ભારતીય સરેરાશ છૂટક ભાવમાં 10ટકાનો ઘટાડો થયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -