28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ, અમદાવાદ સહિત 10 જિલ્લામાં તાપમાન 35 ડિગ્રીને પાર


ગુજરાતમાં આ દિવસોમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી લોકોને પરેશાન કરી રહી છે..રાત્રે હળવી ઠંડી પડી રહી છે.હાલના સમયમાં ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવાર અને રાત્રિના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.. બપોરના સમયે ગરમી પડી રહી છે..હવામાન વિભાગે આગાહી કરી છે કે, 22 માર્ચથી રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.

ગરમી ક્યારે વધશે?

હવામાન વિભાગે કહ્યું કે, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, ત્યારબાદ તાપમાનમાં 2 ડિગ્રીથી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. રાજ્યમાં પવનની દિશા બદલાવાને કારણે 22 માર્ચથી ગરમી વધશે.22 થી 24 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તાર અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળી હવાના કારણે ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.

10 જિલ્લામાં પારો 35 ડિગ્રીને પાર થયો હતો

હવામાન વિભાગે જણાવ્યું કે,,ગઈકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.. જ્યારે બાકીના વિસ્તારોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.આ વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો નીચલા સ્તરે ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં ગુરુવારે તાપમાન 20.6 થી 37.5 ડિગ્રીની વચ્ચે હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -