પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કરી…લાશને ડ્રમમાં ભરીને સિમેન્ટ ભરી દીધો

મેરઠના બ્રહ્મપુરી વિસ્તારમાં એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. મર્ચન્ટ નેવીમાં કામ કરતા સૌરભ કુમારની પત્ની મુસ્કાને તેના પ્રેમી મોહિત સાથે મળીને તેની હત્યા કરી હતી. મર્ડર કર્યા બાદ લાશને ડ્રમમાં નાખીને સિમેન્ટથી સીલ કરી દેવામાં આવી હતી. મકાન માલિકની બાતમી પરથી પોલીસે ઘરનો દરવાજો તોડ્યો તો અંદરથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. ડ્રિલ મશીન વડે ડ્રમ તોડી લાશને બહાર કાઢવામાં આવી હતી.
પ્રેમી સાથે લંડનથી પરત આવેલા પતિ સૌરભની પત્નીએ કરી હત્યા
સૌરભ કુમાર મેરઠનો રહેવાસી હતો. તેણે મુસ્કાન સાથે લવ મેરેજ કર્યા હતા.. જેના કારણે પરિવાર નારાજ હતો..અને તેને કાઢી મુકવામાં આવ્યો હતો. લગ્ન બાદ સૌરભ તેની પત્ની અને 6 વર્ષની પુત્રી પીહુ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.
સૌરભ લંડનમાં મર્ચન્ટ નેવીમાં પોસ્ટેડ હતો અને 24 ફેબ્રુઆરીએ ભારત પાછો ફર્યો હતો. બીજા દિવસે 25મી ફેબ્રુઆરીએ મુસ્કાનનો જન્મદિવસ હતો.તેણે વિસ્તારના લોકોને કહ્યું હતું કે તે તેના પતિ સાથે હિમાચલ ફરવા જઈ રહી છે..પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી.
10 દિવસથી ઘર બંધ હતું.
પડોશીઓએ જણાવ્યું કે ઘર 10 દિવસથી બંધ હતું અને મુસ્કાન ક્યાંય દેખાતી ન હતી.. જ્યારે મકાનમાલિકે ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાનું જોયું તો તેણે પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ દરવાજો તોડીને અંદર ગઈ ત્યારે તેમને ત્યાં એક મોટું ડ્રમ જોયુ..જેમાંથી દુર્ગંધ આવતી હતી.
પોલીસે હથોડી અને ડ્રિલ મશીન વડે ડ્રમ તોડતાં તેમાંથી સૌરભનો મૃતદેહ મળી આવ્યો હતો. ડ્રમનું મોઢું સિમેન્ટથી એવી રીતે બંધ હતું કે તેને ખોલવામાં પોલીસને દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો.
પોલીસે મુસ્કાનને પકડી લીધી હતી..જે તેના પ્રેમી સાથે ફરવા નીકળી હતી
હત્યા બાદ મુસ્કાન તેના પ્રેમી મોહિત સાથે બહાર જવાનું બહાનું બનાવી ઘરને તાળું મારીને નીકળી ગઇ હતી. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. મકાનમાલિક અને અન્ય ભાડૂતોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઈન્સ્પેક્ટર રમાકાંત પચૌરીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ મામલો ગેરકાયદેસર સંબંધો અને મિલકત વિવાદ સાથે જોડાયેલો જણાય છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
- Advertisement -