26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતની જીત, એકતરફી મેચમાં ઈટાલીને પછાડયું


ટીમ ઈન્ડિયાએ કબડ્ડી વર્લ્ડ કપ 2025ની શરૂઆત પૂરા ઉત્સાહ અને આક્રમકતા સાથે કરી હતી. તેની પહેલી જ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ઇટાલીને એકતરફી ફેશનમાં 64-22થી હરાવ્યું હતું. ભારતીય રેઇડર્સ અને ડિફેન્ડરોએ જબરદસ્ત સંકલન બતાવ્યું હતુ..સમગ્ર મેચ દરમિયાન વિરોધી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી.. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં જ 15-2ની લીડ મેળવીને મેચ પર પોતાની પકડ મજબૂત કરી હતી.. જેને તેણે અંત સુધી જાળવી રાખી…ખાસ વાત એ છે કે,,આ વખતે કબડ્ડી વર્લ્ડ કપ એશિયાની બહાર પહેલીવાર આયોજિત કરવામાં આવી રહ્યો છે..જેના કારણે આ ટૂર્નામેન્ટ ઐતિહાસિક બની ગઈ છે.

ભારતે જીત સાથે પોતાનું વર્લ્ડ કપ ખાતું ખોલ્યું હતું. ડિફેન્ડરોએ મેચની શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું અને ઝડપથી ઇટાલીને ઓલઆઉટ કરી દીધું હતુ..પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં ભારતે 15-2ની મજબૂત લીડ મેળવી લીધી હતી. ઈટાલીના રેઈડર્સ પોઈન્ટ માટે સતત સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા..પરંતુ તેઓ ભારતીય ડિફેન્ડરોની કઠિન રણનીતિનો મુકાબલો કરી શક્યા ન હતા. બીજી તરફ ભારતીય રાઈડર્સ સતત પોઈન્ટ મેળવતા રહ્યા અને પ્રથમ હાફમાં ટીમને 36 પોઈન્ટની જંગી લીડ અપાવી હતી..ઈટાલીની ટીમે પુનરાગમન કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો..પરંતુ ભારતીય ડિફેન્સની દીવાલને ભેદવું તેમના માટે અશક્ય સાબિત થયું હતું.

બીજા હાફમાં પણ ટીમ ઈન્ડિયાની સ્પીડ અટકી ન હતી.. ભારતીય રેઈડર્સે પોતાની રમતની શાનદાર લય જાળવી રાખ્યો હતો…ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ સ્કોર બોર્ડ પર 50થી વધુ પોઈન્ટ નોંધાવ્યા હતા. ભારતીય ટીમ 52 પોઈન્ટ પર પહોંચી ગઈ હતી..જ્યારે ઈટાલીની ટીમ માત્ર 17 પોઈન્ટ સુધી જ સીમિત રહી…ચોથા ક્વાર્ટરમાં પણ મેચનું ચિત્ર બદલાયું ન હતું.. ભારતીય રાઈડર્સે ઉત્તમ સંકલન અને આત્મવિશ્વાસ સાથે સરળતાથી પોઈન્ટ મેળવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. આખરે ભારતે 64-22ના વિશાળ માર્જિનથી મેચ જીતી લીધી હતી.ઉલ્લેખનીય છે કે,, ટીમ ઈન્ડિયાએ છેલ્લો કબડ્ડી વર્લ્ડ કપ પણ જીત્યો હતો.. જ્યાં તેણે ઈરાકને હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -