BJDનાં પૂર્વ સાંસદે અન્ય સમાજની છોકરી સાથે કર્યા લગ્ન, પોતાના સમાજે 12 વર્ષ માટે કાઢી મૂક્યા

ઓડિશાના નબરંગપુરના ભૂતપૂર્વ સાંસદ અને બીજુ જનતા દળ (BJD) ના નેતા પ્રદીપ માઝીના અન્ય જાતિની છોકરી સાથેના લગ્ન તેમના સમુદાયને પસંદ નહોતા. બુધવારે 12 માર્ચ, 2025 ગોવામાં, પ્રદીપે કેન્દ્રપાડાની સંગીતા સાહુ સાથે લગ્ન કર્યા હતાં, જે બ્રાહ્મણ સમુદાયની છે. આ પછી, આદિવાસી ભત્રા સમાજની કેન્દ્રીય સમિતિએ ધમ્નાગુડામાં એક બેઠક યોજી અને નિર્ણય લીધો કે પ્રદીપ અને તેના પરિવારને 12 વર્ષ માટે સમાજમાંથી હાંકી કાઢવા જોઈએ.
અહેવાલો અનુસાર, સમિતિએ કહ્યું કે પ્રદીપે પોતાની જાતિ છોડીને લગ્ન કર્યા, જે તેમના સમાજની પરંપરાઓ વિરુદ્ધ છે. બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આદિવાસી સમુદાયનો કોઈ પણ વ્યક્તિ પ્રદીપના પરિવારના કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.
અગાઉ પણ પ્રદીપે તેની બહેન સંજુ માઝીના લગ્ન કોટપુટના જગન્નાથ મંદિરમાં બ્રાહ્મણ પરિવારમાં કરાવ્યા હતા..જે સમાજને નાપસંદ હતું. “બીજી જાતિમાં લગ્ન કરીને, પ્રદીપે સાબિત કર્યું છે કે તે પોતાના સમુદાયને નફરત કરે છે,” એક સમિતિના સભ્યએ આરોપ લગાવ્યો હતો..આ નિર્ણય પર પ્રદીપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે બધાની નજર આ બહિષ્કાર વિશે તે શું કહે છે તેના પર છે.
- Advertisement -
- Advertisement -