24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

PM મોદી બે દિવસીય મોરેશિયસ પ્રવાસે, પોર્ટ લુઇસમાં ભવ્ય સ્વાગત


વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસમાં ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા 20 થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે..અધિકારીઓએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસમાં લોકશાહીને મજબૂત બનાવવાના હેતુથી નવા મોટા માળખાગત પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરશે. તેઓ તેમના મોરેશિયસ સમકક્ષ નવીન રામગુલામ સાથે સિવિલ સર્વિસીસ કોલેજ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ ઇમારતનું બાંધકામ આશરે US$4.75 મિલિયનના ખર્ચે પૂર્ણ થયું હતું. આ પ્રોજેક્ટ માટે 2017 માં એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

પીએમ મોદી પ્રાદેશિક આરોગ્ય કેન્દ્ર અને 20 સમુદાય પ્રોજેક્ટ્સનું ઇ-ઉદઘાટન પણ કરશે.જેનું નિર્માણ આશરે રૂપિયા સાત કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.આ સામુદાયિક પ્રોજેક્ટ્સમાં રમતગમત સંબંધિત માળખાગત સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મોરેશિયસના પીએમ રામગુલામ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદી ચાગોસ ટાપુઓના મુદ્દા પર મોરેશિયસની સાર્વભૌમત્વને સમર્થન આપશે.તાજેતરમાં બ્રિટન દ્વારા ચાગોસ ટાપુઓ મોરેશિયસને સોંપવા સંમત થયા બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ત્યાં અમેરિકન હાજરી માટે સમર્થન વ્યક્ત કર્યું છે. હિંદ મહાસાગરમાં ચીનની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે ભારત ત્યાં અમેરિકાની હાજરીને સમર્થન આપે છે.

પીએમ મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન પણ રહેશે. મોરેશિયસ જતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે,, આ મુલાકાત ભૂતકાળના પાયા પર બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અને ઉજ્જવળ અધ્યાય ખોલશે. તેમણે કહ્યું કે, લોકશાહી અને વિવિધતાના મૂલ્યોમાં આપણી સહિયારી માન્યતા આપણી તાકાત છે. છેલ્લા દસ વર્ષોમાં અમે લોકોને ધ્યાનમાં રાખીને નોંધપાત્ર પ્રગતિ કરી છે. મોરેશિયસ એક નજીકનો પાડોશી, હિંદ મહાસાગરમાં એક મુખ્ય ભાગીદાર અને આફ્રિકન ખંડનો પ્રવેશદ્વાર છે. અમે ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ શેર કરીએ છીએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -