31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

IND vs NZ : ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ જીતી, ન્યુઝીલેન્ડથી 25 વર્ષ જૂનો બદલો લીધો


આજે ભારત અને ન્યુઝીલેન્ડ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ટકરાયા હતાં.. જેમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા, ન્યુઝીલેન્ડે 251 રનનો લક્ષ્યાંક આપ્યો, જેમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા બની છે..

હાર્દિક પંડ્યા 18 રન બનાવીને આઉટ થયો હતો.. જયારે અક્ષર પટેલ 29 રન,, શ્રેયસ ઐયર 48 રન બનાવીને આઉટ થયો હતો.. કેપ્ટન રોહિત શર્માએ 76 અને શુભમન ગિલે 31 રન બનાવ્યા. બંને વચ્ચે 105 રનની ભાગીદારી પણ થઈ. વિરાટ કોહલી ફક્ત 1 રન બનાવી આઉટ થઈ ગયો હતો..

 ન્યુઝીલેન્ડથી 25 વર્ષ જૂનો બદલો લીધો

બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ પહેલા, 2000 માં બંને ટીમો વચ્ચે ફાઇનલ ટુર્નામેન્ટ રમાઈ હતી. ન્યુઝીલેન્ડે તે ફાઇનલ જીતી હતી. આવી સ્થિતિમાં, હવે ભારતીય ટીમે કિવી ટીમ સાથે સ્કોર સેટલ કરી લીધો છે.

12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે બાર વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારતીય ટીમ પહેલી વાર 2002ની સીઝનમાં ચેમ્પિયન બની હતી. ત્યારબાદ તેણે શ્રીલંકા સાથે સંયુક્ત રીતે ટાઇટલ શેર કર્યું હતું. ત્યારબાદ એમએસ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ 2013 માં ચેમ્પિયન બની હતી..

સેમિફાઇનલ સુધીની સફર

ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. બીજી તરફ, કિવી ટીમે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ટાઇટલ મેચમાં જગ્યા બનાવી હતી. ફાઇનલ મેચ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીય ટીમ એ જ પ્લેઇંગ-૧૧ સાથે મેદાનમાં ઉતરી હતી, જેણે છેલ્લી બે મેચમાં તેને વિજય અપાવ્યો હતો.

બંને ટીમોના ખેલાડી

ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.

ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાયલ જેમીસન, વિલિયમ ઓ’રોર્ક.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -