કુલભૂષણ જાધવના અપહરણકર્તા મુફ્તી શાહ મીરની ગોળી મારીને હત્યા, ISI સાથે સંબંધ

બલુચીસ્તાનના તુર્બતમાં અજાણ્યા હુમલાખોરોએ શુક્રવાર રાતે મુફ્તી શાહ મીરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મીર પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ની મદદથી ઈરાનથી ભારતીય ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવાનો આરોપ હતો. મીર માનવ તસ્કરીમાં પણ સામેલ હતો. રાત્રિની નમાજ પઢીને તે સ્થાનિક મસ્જિદમાંથી બહાર આવી રહ્યો હતો,, ત્યારે બાઇક પર આવેલા હુમલાખોરોએ તેને ઘેરી લીધો અને નજીકથી ગોળી મારી દીધી હતી..એક અહેવાલ મુજબ, મીરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો… પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. વધુ એક ટાર્ગેટ કિલિંગ પછી, પાકિસ્તાનમાં ફરી એકવાર પ્રશ્ન ઉઠી રહ્યો છે કે,,ભારતના દુશ્મનોને કોણ મારી રહ્યું છે.
મીરે પોતાને મુફ્તી તરીકે ઓળખાવ્યો અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ નામના ઇસ્લામિક કટ્ટરવાદી રાજકીય પક્ષનો સભ્ય હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મીર ISI સમર્થિત ટુકડીઓનો મુખ્ય સભ્ય હતો અને ઘણા બલૂચ યુવાનોના અપહરણ અને હત્યામાં સામેલ હતો. તે બલુચિસ્તાનમાં ધાર્મિક ઉગ્રવાદ ફેલાવવામાં પણ સામેલ હતો.
માર્ચ 2016 માં, કુલભૂષણ જાધવનું ઈરાન-પાકિસ્તાન સરહદ પરથી જૈશ અલ-અદલના મુલ્લા ઓમર ઈરાનીના નેતૃત્વ હેઠળના એક જૂથ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું…મીર સહિત અનેક વચેટિયાઓ દ્વારા પાકિસ્તાની સેનાને સોંપવામાં આવ્યું હતું. નવેમ્બર 2020 માં પણ ઈરાની અને તેના બે પુત્રોની પણ તુર્બતના તે જ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી.. જે ISI સાથે જોડાયેલો હતો.
મીરની હત્યા ISIના કાર્યકરો વચ્ચેના આંતરિક સંઘર્ષનો ભાગ હોવાનું માનવામાં આવે છે.ગત અઠવાડિયે બે અન્ય જમીયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ નેતાઓ, વાડેરા ગુલામ સરવર અને મૌલવી અમાનુલ્લાહની બાઇક સવાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મીર પર પાકિસ્તાની સેનાને બલૂચ લડવૈયાઓ વિશે ગુપ્ત માહિતી પૂરી પાડવાનો આરોપ હતો.2023 માં મીરના આદેશ પર એક શિક્ષક અબ્દુલ રઉફની પણ હત્યા કરવામાં આવી હતી.
કોણ છે કુલભૂષણ જાધવ?
કુલભૂષણ જાધવ ભારતીય નૌકાદળમાંથી વહેલા નિવૃત્ત થઈ ગયા હતા અને ઈરાનના ચાબહારમાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા. તેનું 3 માર્ચ 2016 ના રોજ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદના ચમન વિસ્તારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી તેને પાકિસ્તાન લઈ જવામાં આવ્યો હતો..એપ્રિલ 2017 માં, પાકિસ્તાનની લશ્કરી અદાલતે તેમને જાસૂસી અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે આ નિર્ણયને પૂર્વ-આયોજિત હત્યા ગણાવી હતી. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે સજા પર રોક લગાવી હતી.. અને પાકિસ્તાન સરકારને કેસની ફરીથી સમીક્ષા કરવા અને ભારતને કોન્સ્યુલર એક્સેસ આપવા જણાવ્યું હતું.
- Advertisement -
- Advertisement -