નીતા અંબાણીએ ફિટનેસનું રહસ્ય શેર કર્યુ..61 વર્ષની ઉંમરે પણ યોગ શીખવ્યા…
નીતા અંબાણી એક સફળ મહિલા ઉદ્યોગપતિ છે.. નીતા અંબાણી ભવ્ય અને ક્લાસિક ફેશન શૈલી માટે પણ જાણીતા છે. તે જે પણ પહેરે છે અને જે પણ લુક બનાવે છે… તે વાયરલ થઈ જાય છે… પછી ભલે તે તેની સાડી હોય…ઘરેણાં હોય કે પછી તેના વાળ… તે હંમેશા બીજા કરતા અલગ હોય છે. તેઓ સ્ટાઇલ ઉપરાંત ફિટનેસ માટે પણ સમાચારમાં રહે છે. 61 વર્ષની ઉંમરે પણ તે એકદમ ફિટ છે. આ પાછળનું રહસ્ય તેમનું સાદું જીવન અને ખાવાની આદતો છે. નીતા અંબાણીના જીવનમાં કસરતનું પણ ખૂબ મહત્વ છે. આ વિના તેનો દિવસ શરૂ થતો નથી.
નીતા અંબાણી કેવી રીતે પોતાને ફિટ રાખે છે…
નીતા અંબાણી પોતાને ફિટ રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેણીએ તેના ચાહકો સાથે તેની ફિટનેસનું રહસ્ય શેર કર્યું હતુ..નીતા અંબાણી જીમમાં વિવિધ પ્રકારની કસરતો કરતી જોવા મળી હતી..તે યોગ અને કાર્ડિયો દ્વારા પોતાની ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખે છે. એટલા માટે આ ઉંમરે પણ તેની ત્વચા ચમકતી દેખાય છે.
નીતા અંબાણીએ શું કહ્યું…
વીડિયો શેર કરીને નીતા અંબાણીએ લખ્યું છે કે,, “દરરોજ વર્કઆઉટ કરવું જોઈએ. જો હું 61 વર્ષની ઉંમરે કરી શકું છું. તો તમે પણ કરી શકો છો. સમય કાઢો, તમારી જાતને પ્રાથમિકતા આપો. તમારા માટે આગળ વધો. તે મુશ્કેલ નથી. અઠવાડિયામાં ચાર દિવસ, દિવસમાં માત્ર 30 મિનિટ કસરત કરો. જ્યારે તમે મજબૂત હોવ ત્યારે તમને કોઈ રોકી શકતું નથી. આ સાથે, નીતાએ તેના મનપસંદ વર્કઆઉટ વિશે પણ ચર્ચા કરી..વધુમાં કહ્યું કે,, ક્યારેક તે સ્વિમિંગ અને એક્વા એક્સરસાઇઝ પણ કરે છે.. કેટલાક દિવસો એવા આવે છે જ્યારે તે આખા કલાક સુધી ડાન્સ કરે છે.
ડાયેટ પ્લાન
નીતા અંબાણીએ તેમના આહાર વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે,, ‘મારો આહાર સંતુલિત છે.’ હું શાકાહારી છું. મારો ખોરાક ઓર્ગેનિક અને કુદરતી છે. નીતા અંબાણીએ કહ્યું કે,, ‘પ્રોટીન લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે..હું ખાંડ અને ખાંડના વિકલ્પોને સંપૂર્ણપણે ટાળું છું.’.. જો તમે પણ નીતા અંબાણીની જેમ ફિટ અને સુંદર દેખાવા માંગતા હો, તો આજથી જ તેઓએ કહેલી વાતોનું પાલન કરવાનું શરૂ કરો..
- Advertisement -
- Advertisement -