26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

પ્રવાસીઓને લઈ જતી 4 બોટ દરિયામાં ડૂબી, 180 લોકો ગુમ


યમન અને જીબુટી વચ્ચે સ્થળાંતર કરનારાઓને લઈ જતી ચાર બોટ દરિયામાં ડૂબી ગઈ હતી..આ અકસ્માતને કારણે 180 થી વધુ લોકો ગુમ થયા હતા.સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠને ઘટનાની પુષ્ટિ કરી હતી.વિશ્વના સૌથી ખતરનાક સ્થળાંતર માર્ગોમાંથી એક ગણાવ્યો છે.આ માર્ગનો ઉપયોગ મુખ્યત્વે ઇથોપિયન સ્થળાંતર કરનારાઓ દ્વારા કરવામાં આવે છે..

 IOM અનુસાર ગુરુવારે રાત્રે ચાર બોટ ડૂબી ગઈ હતી.. જેમાં 180 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ અકસ્માત યમન અને જીબુટીના દરિયાકાંઠા નજીક થયો હતો. આ સ્થળાંતર માર્ગ પહેલા પણ જીવલેણ સાબિત થયો છે. 2024 માં 60હજારથી વધુ સ્થળાંતર કરનારાઓ આ માર્ગે યમન પહોંચ્યા હતા..જ્યારે આ સમયગાળા દરમિયાન 558 લોકો મૃત્યુ પામ્યા હતા..

IOM અને અન્ય રાહત એજન્સીઓ ગુમ થયેલા લોકોને શોધી રહી છે. જોકે, દરિયાઈ સ્થિતિ અને મર્યાદિત સંસાધનોને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર અને માછીમારોની મદદથી કેટલાક લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો… પરંતુ હજુ સુધી કોઈ પણ સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ નથી.

યમન અને જીબુટીના અધિકારીઓ પણ આ ઘટના પર નજર રાખી રહ્યા છે.વારંવાર થતા બોટ અકસ્માતોને ધ્યાનમાં રાખીને સલામતીના પગલાં વધુ મજબૂત બનાવવાની જરૂર છે.સ્થળાંતર કરનારાઓને દરિયાઈ માર્ગે મુસાફરી કરતા અટકાવવા અને તેમને સુરક્ષિત વિકલ્પો પૂરા પાડવાની માંગ વધી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર આ ખતરનાક સ્થળાંતર માર્ગ પર ચર્ચા જગાવી છે. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો માને છે કે,, જ્યાં સુધી આફ્રિકન દેશોમાં સ્થિરતા અને રોજગારની તકો નહીં વધે ત્યાં સુધી લોકોને જોખમી મુસાફરી કરવાની ફરજ પડતી રહેશે. આ ઘટના સ્થળાંતર કરનારાઓની સુરક્ષા માટે એક મોટા પડકાર તરીકે ઉભરી આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -