26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

પ્રખ્યાત પ્લેબેક સિંગર અને ગીતકાર કલ્પના રાઘવેન્દ્રએ ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો


દક્ષિણ મનોરંજન ઉદ્યોગની જાણીતી પ્લેબેક સિંગર અને ગીતકાર કલ્પના રાઘવેન્દ્ર વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે મોડી રાત્રે ગાયકે પોતાના ઘરે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તેઓ હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે,, કલ્પનાએ તેના ઘરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું ઘર બે દિવસ સુધી ખોલવામાં આવ્યું ન હતું, ત્યારબાદ એસોસિએશનના સભ્યોને જાણ કરવામાં આવી હતી. રેસિડેન્ટ્સ એસોસિએશને કલ્પના વિશે પોલીસને જાણ કરી પછી પોલીસે દરવાજો તોડીને ગાયકના ઘરમાં પ્રવેશ કર્યો. પોલીસને કલ્પના બેભાન હાલતમાં મળી આવી હતી..ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ગાયકની હાલત હવે કેવી છે?

અહેવાલો અનુસાર ગાયકની હાલત હવે સ્થિર છે.. હાલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ગાયકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો પતિ ઘરે નહોતો અને તે ચેન્નાઈમાં હતી.

કલ્પના રાઘવેન્દ્ર બહુમુખી પ્રતિભાશાળી છે.

કલ્પના રાઘવેન્દ્ર એક ભારતીય પ્લેબેક સિંગર છે. તે દક્ષિણ સંગીત ઉદ્યોગમાં એક મોટું નામ છે. તેમણે વર્ષ 2010 માં રિયાલિટી શો સ્ટાર સિંગર મલયાલમ જીત્યો હતો. કલ્પનાના પિતા ટી.એસ.રાઘવેન્દ્ર એક પ્લેબેક સિંગર પણ હતા.. જેમણે મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કર્યું હતું.

કલ્પના વિશે વાત કરીએ તો તેણીએ 5 વર્ષની નાની ઉંમરે ગાયકી કારકિર્દીની શરૂઆત કરી હતી. 2013 સુધીમાં તેમણે લગભગ 1500 ટ્રેક રેકોર્ડ કર્યા હતા. તેમણે ભારત અને વિદેશમાં 3000 થી વધુ સ્ટેજ શો કર્યા છે.વર્ષોથી તેમણે ઘણા દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું છે.. જેમાં ઇલૈયારાજા અને એ.આર. રહેમાન જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.

તે સંગીતકાર, ગીતકાર અને ડબિંગ કલાકાર પણ છે. તેણીએ અભિનયમાં પણ અજાયબીઓ કરી છે. 1986માં તે દક્ષિણના સુપરસ્ટાર કમલ હસન અભિનીત ફિલ્મ ‘પુન્નાગાઈ મનન’માં પણ એક નાની ભૂમિકામાં જોવા મળી હતી.કલ્પના બિગ બોસ તેલુગુની પહેલી સીઝનની સ્પર્ધક પણ રહી ચૂકી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -