ફ્લોરિડામાં એક દર્દીએ ભારતીય મૂળની નર્સ પર ક્રૂર હુમલો કર્યો અને કહ્યું, ‘ભારતીયો ખરાબ છે’
ફ્લોરિડાના પામ્સ વેસ્ટ હોસ્પિટલમાં ભારતીય મૂળની નર્સ પર એક દર્દી દ્વારા ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં નર્સને ચહેરા પર ગંભીર ફ્રેક્ચર થયું હતું..ચહેરાના લગભગ બધા હાડકાં તૂટી ગયા હતા.આ ઘટનાએ આરોગ્ય કર્મચારીઓની સલામતી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે..આ કેસમાં ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે.
દર્દીએ ભારતીય મૂળની નર્સ પર ક્રૂર હુમલો કર્યો અને કહ્યું, ‘ભારતીયો ખરાબ છે’
ફ્લોરિડામાં પામ્સ વેસ્ટ હોસ્પિટલમાં 67 વર્ષીય ભારતીય મૂળની નર્સ લીલામ્મા લાલ પર એક દર્દી દ્વારા ક્રૂર હુમલો કરવામાં આવ્યો છે..ત્યારબાદ આરોગ્યસંભાળ કર્મચારીઓ માટે મજબૂત સુરક્ષાની માંગ વધી ગઈ છે.. હુમલાખોરનું નામ સ્ટીફન સ્કેન્ટલબરી છે. તેમની ઉંમર ૩૩ વર્ષની છે.ઘટના બાદ તરત જ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, તેણે નર્સ પર હુમલો જ નહીં પરંતુ કથિત રીતે જાતિવાદી ટિપ્પણી પણ કરી હતી. તેણે કહ્યું કે “ભારતીયો ખરાબ છે”.તેણે “એક ભારતીય ડૉક્ટરને માર માર્યો”.
હુમલાખોર સામે કેસ દાખલ
હુમલાખોર વિરુદ્ધ નફરત ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.. જેમાં તેના પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે.હુમલાની ગંભીરતા અને જાતિવાદી ટિપ્પણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેસમાં જો હુમલાખોર દોષિત સાબિત થાય છે.. તો તેને કડક સજા થઈ શકે છે.
આ હુમલા પછી લાલને ઘણો ટેકો મળી રહ્યો છે.આરોગ્ય કર્મચારીઓની સલામતી અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે..તેમની કડક સલામતી નિયમોની માંગ કરવામાં આવી રહી છે.આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરનારા અથવા હેરાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરતી એક અરજી પણ દાખલ કરવામાં આવી છે… જેને નવ હજારથીથી વધુ લોકોએ ટેકો પણ આપ્યો છે.
- Advertisement -
- Advertisement -