ગળામાં દુપટ્ટો, હાથમાં મહેંદી…કોંગ્રેસ નેતાનો મૃતદેહ સુટકેસમાંથી મળ્યો,પાર્ટીએ CBI તપાસની કરી માંગ
હરિયાણાના રોહતકમાં કોંગ્રેસ નેતાનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવતા ચકચાર મચી છે..છોકરીની ઓળખ હિમાની નરવાલ તરીકે થઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો..ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રોહતક પીજીઆઈ મોકલી આપ્યો.પોલીસને શંકા છે કે યુવતીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,, હિમાની નરવાલ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાઈ હતી.આ ઉપરાંત હિમાનીએ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ સાથેની પોતાની તસવીરો શેર કરી હતી.
હાથમાં મહેંદી, ગળામાં દુપટ્ટો
પોલીસને માહિતી મળી હતી કે,,રોહતક જિલ્લાના સાંપલા શહેરમાં બસ સ્ટેન્ડ પાસે એક શંકાસ્પદ વાદળી સૂટકેસ મળી આવી છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સૂટકેસ ખોલી તો તેમાં 20 થી 22 વર્ષની વયની એક છોકરીનો મૃતદેહ મળ્યો હતો.. જેના ગળામાં સ્કાર્ફ લપેટાયેલો હતો..અને તેના હાથ પર મહેંદી હતી.આ પછી પોલીસે તપાસ માટે FSLની ટીમને બોલાવી હતી…સાંપલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે કહ્યું કે શરૂઆતની તપાસમાં આ મામલો હત્યાનો લાગે છે.
હિમાની સક્રિય કાર્યકર હતી
રોહતકના ધારાસભ્ય બીબી બત્રાએ હિમાની નરવાલની હત્યાની શંકા વ્યક્ત કરી હતી..આ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે,, હિમાની નરવાલ કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા… જે પાર્ટીના દરેક કાર્યક્રમમાં ભાગ લેતી હતી…તે જ સમયે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ હત્યા કેસની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું,
તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા.હિમાનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને રોહતકના ધારાસભ્ય બીબી બત્રા સાથેની ઘણી તસવીરો શેર કરી હતી.
- Advertisement -
- Advertisement -