28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

જમ્મુ-કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો, સેનાના વાહન પર ફાયરિંગ


જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના સુંદરબની વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ ભારતીય સેનાના વાહન પર અંધાધૂંધ ફાયરીંગ કર્યુ હતુ.. આ હુમલા બાદ સેનાએ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરીને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ.. મળતી માહિતી મુજબ આ હુમલો ગાઢ જંગલમાંથી કરવામાં આવ્યો હતો.. હુમલો કર્યાબાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા. આ વિસ્તાર પાકિસ્તાનને અડીને આવેલો છે.. જેને આતંકવાદીઓ માટે પરંપરાગત ઘૂસણખોરીનો માર્ગ માનવામાં આવે છે.

કોઈ જાનહાનિના અહેવાલ નથી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુંદરબની સેક્ટરના ફાલ ગામ નજીક થયેલા ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયરિંગ બાદ સેનાએ વિસ્તારને ઘેરી લીધો હતો.. આતંકવાદીઓ નજીકના જંગલોમાં છુપાયાની આશંકા છે. આ વિસ્તારમાં આવતા અને જતા વાહનોને રોકીને તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ પણ જમ્મુ અને કાશ્મીર પોલીસે કુપવાડા જિલ્લામાં પાકિસ્તાન સ્થિત બે આતંકવાદી માસ્ટરની મિલકતો જપ્ત કરી હતી. આ મિલકતો તાહિર અહેમદ પીર અને મોહમ્મદ રમઝાન ગનીની છે..જેઓ હાલમાં પાકિસ્તાનની બહાર રહે છે. પોલીસે 2011 માં નોંધાયેલા કેસની તપાસ દરમિયાન તેમની મિલકતો જપ્ત કરી હતી.. અને તેમાં ત્રણ કનાલ અને 12 મરલા જમીનનો સમાવેશ થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -